________________
૧૫૦
ધર્માધ્યક્ષ તરત જ બીજી ફૂટડીઓ કઠેરા પાસે દોડી ગઈ. ફલર-દ-લી પણ પિતાના થનારા પતિની કંટાળાભરી ઠંડી સોબત છોડી ધીમે ધીમે ત્યાં આવી.
પેલી નર્તકીને થોડો વખત જોયા બાદ, ફલર-દ-લીએ કૅપ્ટન ફેબસ તરફ ફરીને કહ્યું, “મારા સુંદર સરદાર, તમે મહિનાએક પહેલાં કોઈ જિપ્સી-કન્યાને ચોરોના હાથમાંથી બચાવ્યાની વાત કરતા હતા, તે તે આ છોકરી ન હોય ? જરા અહીં આવીને જુઓ તો ખરા !”
' ફોબસે આવીને એ છોકરી તરફ જોઈને કહ્યું, “હા, હા ! એ જ છોકરી છે, તેની બકરી ઉપરથી જ તેને ઓળખી કઢાય.”
એટલામાં નાનકડી શું પશેવિયરે ફરીથી બૂમ પાડી, “હે ગોંડમમ્મા, જુઓને નોત્રદામ મંદિરનાં ટાવરોની ટોચે પેલો કાળો માણસ કોણ ઊભો છે?”
બધાએ એ તરફ નજર કરી, તો ઓતરાતા ટાવર ઉપરથી પાદરી જેવો એક માણસ સ્થિર નજરે પેલી નાચતી છોકરી તરફ જોઈ રહ્યા હતા.
ફલર-દ-લી તરત તેને ઓળખી ગઈ. “એ તો મૉોર આર્ચડીકન પોતે છે!”
" “પણ કેવા તાકીને પેલી નાચતી છોકરી તરફ જોઈ રહ્યા છે!” એક યુવતી બોલી. - “બાપરે, ઇજિશ્યન છોકરીનું આવી બન્યું! એ માણસને આ બધાં લોકો ઉપર ભારે તિરસ્કાર છે!”
“પણ મરદ થઈને એ છોકરી તરફ આવી ઝેરીલી નજરે તે શા માટે જોઈ રહ્યા છે? આ છોકરી કેવી ફૂટડી છે, અને કેવું સરસ નાચે છે!” બીજી સુકન્યા બોલી.
અચાનક ફલર-દ-લીને યાદ આવ્યું, તેણે કેપ્ટનને સંબોધીને કહ્યું, “સુંદર કેપ્ટન ફોબસ, તમે એ જિપ્સી-કન્યાને ઓળખે તે છો જ તે તેને ઉપર બોલાવોને! મજા પડશે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org