________________
ધર્માધ્યક્ષ કસીમૉદની આંખમાંથી એક મોટું આંસુ તેના વિદ્રપ ચહેરા ઉપર થઈને અચાનક નીચે સરી પડ્યું. – કદાચ તેણે આખી જિંદગીમાં રેડેલું પહેલું જ આંસુ !
દરમ્યાન તે તૂમડીમાંથી પીવાનું ભૂલી ગયો; એટલે પેલી છોકરીએ પિતાના નીચલો હોઠ લંબાવી અધીરાઈનો. ચાળો કર્યો; અને જરા હસી કસીમૉદોના મોં ઉપર તૂમડીનું મોં જરા જોરથી દબાવ્યું.
મોટા મોટા ઘંટડે હવે કસીમૉદે બધું પી ગયો.
જ્યારે તે પી રહ્યો, ત્યારે તેણે પોતાના જાડા કાળા હોઠ, એ છોકરીના હાથ ઉપર આભારનું ચુંબન કરવા લંબાવ્યા. પણ પેલી છોકરીને તેની આગલી રાતની કામગીરી યાદ હતી, એટલે પેલો બચકું ભરશે કે શું એમ માની, તેણે પોતાનો હાથ જલદી પાછો ખેંચી લીધો.
કસીમૉદોએ તેના તરફ ઠપકાની અને અવાચ્ય ખેદની નજર નાખી.
લોકો આ છોકરીની હિંમત અને દયાળુતા જોઈ વિચલિત થયા. તેઓએ તાળીઓ પાડી એ છોકરીને ધન્યવાદ આપ્યા.
તે વખતે જ તુર રોલાંવાળી તપસ્વિની બારીના સળિયામાંથી તે છોકરી તરફ જોઈ બૂમો પાડી પાડીને શાપ વરસાવવા લાગી -
“તારા ઉપર બધા શાપ ઊતરજો ! ઇજિપ્તની દુરી! તારું સત્યાનાશ જાય !”
સમરાદા દૂરથી એ અવાજ સાંભળી એકદમ ફીકી પડી ગઈ અને પિલરી ઉપરથી લથડતે પગે નીચે ઉતરી પડી.
પેલી તપસ્વિીની હવે બોલી – “ઊતર! ઊતર! એરટી! પણ તારે ફરી એ જ જગાએ ચડવાનું છે, મારે શાપ છે!”
કસીમૉનો કલાક પૂરો થયો ત્યારે તેને છોડવામાં આવ્યો, અને ટોળું વિખરાઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org