________________
૧૪૪
ધર્માધ્યક્ષ છેવટે બિચારો કસીમૉદો લાચારીથી શાંત થઈ ગયો. અને બધાં અપમાન તથા બધી છેડછાડ સહન કરી રહ્યો.
અચાનક દૂરથી તેણે એક ખચ્ચર-સવારને તે તરફ આવતે જોયે. એ ખચ્ચર-સવાર તેના આશ્રયદાતા આર-ડીકન પતે હતા. કસીમૉદોના માં ઉપર હવે આનંદની એક ઝલક છવાઈ ગઈ; - આર્ચ-ડીકન જરૂર તેની આ યાતનામાંથી તેને છુટકારો કરાવવા પ્રયત્ન કરશે જ! અથવા લોકોને પથ્થર મારતા કે છેડછાડ કરતા રોકશે જ !
પરંતુ આ શું? એ ખચ્ચર-સવાર પિલરી ઉપર બાંધેલા માણસને ઓળખી શકે તેટલે નજીક આવ્યો કે તરત પોતાના ખચ્ચરને એડી લગાવી ત્યાંથી ચાલતો થયો! જાણે કસીમોદીની આંખમાં તેની સામે જોઈ જે કરુણ આશા પ્રગટ થતી દેખાતી હતી, તે ઉપરથી એની સાથેને પિતાને સંબંધ લોકોમાં છતો થઈ જાય તેની એને શરમ આવી હોય!
કસીમૉદીનું મોં એ જોઈ કાળું ઠણક થઈ ગયું.
વખત પસાર થવા લાગ્યો. તેને અહીં પિલરી ઉપર ચડાબે દોઢ કલાક થઈ ગયો હતો. અચાનક તેણે જોર કરીને પોતાના ગળામાંથી નીકળે તેટલો મોટો અવાજ કાઢી બૂમ પાડી, “પાણી! પાણી!”
પણ તેની એ બૂમથી લોકોના ટોળાને આનંદ જ વધ્યો, અને તેમણે પાણીને બદલે અમુક પ્રાણીનું મૂતર પીવાની તેને ઑફરો આપવા માંડી. કોઈ દયાળુ સ્ત્રી-પુરુષને ખરેખર તેને પાણી આપવાનું મન થાય, તો પણ લોકોનાં આ ઠઠ્ઠામશ્કરીનો સામનો કરી, પિલરી જેવી જગાએ ઉપર ચડીને તેને પાણી આપી આવવું, એ અશકય જ હતું.
થોડી વાર રાહ જોઈ રહી, કસીમૉદોએ ટોળા તરફ પોતાની હતાશ નજર નાખીને ફરી બૂમ પાડી, “પાણી!”
જોન ફ્રૉલો અને તેને મિત્ર રૉબિન પુસે આ ટોળામાં પહેલેથી હાજર હતા, અને કસીમૉદોની મશ્કરીની આગેવાની તેઓ જ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org