________________
૧૨૫
ઉંદર-ખાનું મજબૂત સળિયા, વચ્ચેથી ક્રૂસની આકૃતિ થાય એ રીતે– એક આડો અને બીજો ઊભે – એમ જડી દેવામાં આવ્યા છે. એ બારીનું મોં બરાબર ગ્રેવે મેદાન તરફ જ છે.
એ બારી એક સાંકડી અંધારી કોટડીની છે. એ સિવાય એ કોટડીમાં હવા-અજવાળાને કે બીજા કોઈને પેસવાનું કશું બારી-બારણું જ નથી.
વાત એમ છે કે, એ કોટડી અલગ બાંધેલી નથી, પણ જૂના મકાનની જાડી ભીંતમાંથી કોતરી કાઢેલી છે. અને તેથી, પ્લાસ, ગ્રેવે જેવા હંમેશાં લોકોની અવરજવર કે ભીડથી ગાજતા રહેતા મેદાનને કિનારે તે આવેલી હોવા છતાં, તેમાં નીરવ શાંતિ જ વ્યાપેલી રહે છે.
આ અંધાર-કોટડી ત્રણ સૈકાથી પૅરીસમાં મશહૂર છે. રોલાં ટાવર વાળી મૅડમ રોલાએ કુડ– ધર્મયુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પિતાનો શેક કરવા પોતાના મકાનની ભીંતમાંથી આ કોટડી કોતરી કઢાવી હતી. તેણે પોતાના આખા મહેલમાંથી આટલો જ હિસ્સો પોતાને કબજે રાખી, બાકીનો આખો મહેલ તથા તમામ મિલકત ઇશ્વર તથા ગરીબેને અર્પણ કરી દીધાં. ત્યાર બાદ પોતે એ કોટડીમાં પેસી, બારણામાં ભીંત ભરાવી લીધી. એટલે એ કોટડીમાં હવા-અજવાળું આવવા માટે આડાઊભા જડી દીધેલા બે સળિયાવાળી પેલી બારી સિવાય બીજાં કશું રહ્યું નહિ. એ બારીમાં થઈને શિયાળામાં ટાઢ, ઉનાળામાં તડકો અને ચોમાસામાં પાણી યથેચ્છ પ્રવેશી શકતાં.
મૅડમ રોલાં એ કસમયની કબરમાં વીસ વર્ષ સુધી જીવી. દિવસરાત તે પોતાના પિતાની સદ્ગતિ માટે પ્રાર્થના કર્યા કરતી; રાખડી ઉપર જ સૂતી, ઓશિકા તરીકે પથરો પણ ન વાપરતી, કાળા કંતાનને પોશાક પહેરતી, અને બહાર જતા-આવતા લોકો બારીની કિનાર ઉપર દયા-દાનમાં જે કંઈ ખાવાનું મૂકે, તે ખાઈને જીવતી. અર્થાત્ પોતાનું સર્વસ્વ દાનમાં દઈ દીધા બાદ, પતે બીજાના દાન ઉપર જીવતી. સના ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org