________________
૧રર
ધર્માધ્યક્ષ પ્રશ્ન અને ઉત્તર વચ્ચેની વિસંગતિથી અદાલતમાં ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું.
કોટવાળ સાહેબે ચિડાઈને પૂછયું, “બદમાશ, મને પણ મકરીમાં ઉડાવે છે કેમ?”
કસીમોદીએ કલ્પી લીધું કે, નામ પૂછ્યા પછી ધંધો જ પુછાય, એટલે તેણે જવાબ આપ્યો, “નાદામનો ઘંટા-ગર.”
ધંટા-ગર? એમ? હું તારી પીઠ ઉપર આખા પૅરીસ નગરમાં ફેરવીને દંડા વડે એવા દાંટ વગડાવીશ કે, તું આવા જવાબ આપવાની ખો ભૂલી જશે !”
બિચારા કસીમોએ માન્યું કે, હવે તેની ઉંમર પુછાઈ છે. એટલે તેણે જવાબ આપ્યો, “મારી ઉંમર પૂછતા હો, તો આવતા...તહેવારે હું એકવીસ વર્ષને થઈશ.”
હવે કોટવાળ સાહેબની ધીરજ રહી નહિ. તેમણે તરત ગુસ્સાથી સળગી ઊઠીને કહ્યું:–
કુત્તા! પૅરીસ નગરના કોટવાળનું આવું અપમાન કરવાની તારી ગુંજાશ છે કેમ? આ બદમાશને ગ્રેવે મેદાનની પિલરી* ઉપર લઈ જાઓ અને ત્યાં તેને ફટકા મારતા એક કલાક ઘુમાવો. આ સજાની જાહેરાત ચાર રણશિંગાવાળાઓ પૅરીસની કોટવાળીની હકૂમતના સાતે જિલ્લામાં કરે!”
કારકુન આ સજાની નોંધ કરવાના કામે લાગી ગયો.
“ક્સ ઉપર ચડાવે એને! બહુ સારી સજા ફટકારી કહેવાય !” વિદ્યાર્થી-રત્ન જૉન ફૉલો પોતાના મિત્ર રૉબિન પુસેપ તરફ જોઈને બોલ્યો.
ઘુમાવી શકાય એવું ઊંચું છત્રી પેઠે ગોઠવેલું ચક્ર. તેના ઉપર ગુનેગારને બાંધી, સજા જેટલા સમય માટેની હોય તેટલો સમય ડુિં ગળ ફેરવતા ફેરવતા, ફટકા મારવામાં આવે છે. જેથી ચોમેર એકઠ થયેલા લોકો તેની વેદના તથા તેનું માં બરાબર જોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org