________________
ધર્માધ્યક્ષ ઝુકાવ ઉપર હવામાં અધ્ધર ઠેકડા મારતો – મંદિર ઉપરનાં કોતરકામામાં માળા કરતા કાગડાને ઉરાડી મૂકવા!
એ મંદિરનાં છાં-ઝરૂખાની આસપાસ કૂતરા, રાક્ષસો કે રાક્ષસી પ્રાણીઓની કોતરેલી જે અનોખી મૂર્તિઓ રાત-દિવસ હવામાં અધ્ધર ડકાં કાઢીને ઝળંબી રહેતી, તે બધી કસીમૉદોની હાજરીને લીધે જીવંત લાગતી. કારણ કે, ગમે ત્યારે કસીમૉદી એ આકૃતિઓ વચ્ચે ફરતે દેખાતે; અને પડોશની કેટલીક ભલી બાઈઓ તો એમ ખાતરીપૂર્વક કહેતી કે, એ મૂતિઓમાંથી કેટલીયને તેમણે ભસતી કે ગરજતી સાંભળી છે!
બધાં મનુષ્ય-પ્રાણીઓમાંથી કેવળ એક વ્યક્તિને કસીમોએ પિતાના વેર-ધિક્કારમાંથી બાકાત રાખી હતી. કદાચ તેને તે આ મંદિર કરતાં પણ વધુ ચાહત હતો : કલૉદ ફૉલોને!
અને તેનું કારણ સમજવું સહેલું હતું : કલૉદ ક્રૉલેએ જ તેને દત્તક લીધો હતો, અને ઉછેર્યો હતો. જ્યારે તે નાનો હતો, ત્યારે કેટલીય વાર કૂતરાંએ કે નાનાં છોકરાં તેની પાછળ પડે, ત્યારે દોડતે આવીને તે એમના બે ઢીંચણ વચ્ચે ભરાઈ જતો. કલૉદ ડ્રૉલેએ જ તેને બોલતાં, વાંચતાં અને લખતાં શીખવ્યું હતું. ઉપરાંત, કલૉદ ફ્રોએ તેને ઘંટ વગાડનાર બનાવી તેનું લગ્ન મોટી ઘંટા સાથે કરાવી આપ્યું હતું, જેમ રોમિયોનું જુલિયેટ સાથે કરાવી આપે તેમ.
અર્થાત્ કસીમૉદો કલૉદ ફ્રૉલો પ્રત્યે ઊંડે, તીવ્ર અને અસીમ કૃતજ્ઞતાભાવ દાખવતે. અલબત્ત, કલૉદ ફ્રૉલોને ચહેરો સામાન્ય રીતે ઘેર તથા કડક જ રહે, તથા તેની બોલવાની રીત પણ અછડતી કઠોર અને તોછડાઈભરી રહેતી – છતાં કસીમૉદોની કૃતજ્ઞતા, એક ક્ષણ પણ, તેથી કરીને જરાય ડગુમગુ થતી નહિ.
ધર્માધ્યક્ષ – આર્ચ-ડીકનને પણ કસીમૉદો જે આજ્ઞાંકિત ગુલામ બીજો કોણ મળે? અને કૂતરો ગણો તો હંમેશ જાગ્રત એવો વફાદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org