________________
કદ દૈલે તે પોતે ગમગીન અને ગંભીર પ્રકૃતિના વિદ્યાર્થી હોઈ, અભ્યાસમાં લવલીન રહેતા અને બહુ જલદી શીખી જતો. રમતગમતમાં તે કશો જુસ્સો બતાવતો નહીં. મારામારી કરવાનું તો તે જાતે જ નહોતે. વખતોવખત થતાં રમખાણોમાં તે જરાય ભળતો નહીં. વ્યાખ્યાન વખતે તે સૌથી આગળ બેસી નોંધો ઉતારી લેતો; અને સૌથી પહેલો વર્ગમાં દાખલ થતો. સોળ વર્ષની ઉંમરનો થતાંમાં તો તે ભલભલા પ્રૌઢ ધર્માચાર્યોના જેટલું જ્ઞાન ધરાવતો થઈ ગયો.
ધર્મશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી, તેણે ધર્મ-કાનૂન અને સ્મૃતિશાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો ! થોડા વખતમાં તે તે ધર્મ-કાનૂન અને રાજ્ય-કાનૂન એ બંને વિરોધી અને અટવાયેલી બાબતોને નિષ્ણાત થઈ
ગયો.
એ પૂરું થયું એટલે તે વૈદકશાસ્ત્રના અભ્યાસમાં પડ્યો. વનસ્પતિશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, રોગશાસ્ત્ર, ઉપચારશાસ્ત્ર, વાઢકાપશાસ્ત્ર, એમ બધાં શાસ્ત્રોમાં તે પારંગત થઈ ગયો.
એ પછી તે ભાષાના અભ્યાસમાં પડયો અને લેટિન-ગ્રીકહિબૂ એ ત્રણે ભાષાઓ અને પુસ્તકોનો વિદ્વાન બની ગયો. જ્ઞાનપ્રાપ્તિનો જાણે તેને તાવ જ ચડયો હતો.
આ અરસામાં ઈ. સ. ૧૪૬૬ ના ઉનાળામાં અસાધારણ ગરમી પડતાં પ્લેગની બીમારી ફાટી નીકળી. તેમાં બૃહત્ પેરીસનાં બધાં મળી ચાલીસ હજાર માણસો માર્યા ગયાં. ખાસ કરીને તિરેશે પમાં પ્લેગનું ઘમસાણ વધુ હતું, એવી ખબર “યુનિવર્સિટી વિસ્તારમાં પહોંચતાં જ, કલૌદ પોતાનાં મતાપિતાની ખબર કાઢવા દોડી ગયો. તે તેને માલુમ પડ્યું કે, પાછળ રાળક નાનો ભાઈ જીવતે – ટટળતો છોડી, તેનાં માતપિતા આગલે દિવસે જ પ્લેગનો ભોગ બની ગયાં હતાં.
કૉદ પોતાના એ બાળક ભાઈને હાથમાં લઈ, ત્યાંથી ચાલ્યો મો. અત્યાર સુધી તે જ્ઞાન-વિજ્ઞાનના જ સાતમા આસમાનમાં શિપ હતો, હવે તેને ધરતી ઉપર પાછા આવવું પડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org