SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ “છેકરાં જે રીતે આજકાલ ઘડાયે જાય છે, તે રીતે ઘડાયે જશે, તો દુનિયાનું શું થશે, એ સમજાતું નથી.” ત્રીજીએ જવાબ આપ્યો. “બાળકોની બાબતમાં મને કશી વિશેષ જાણકારી નથી, પરંતુ આવા બાળકની સામે જોવાથી પણ પાપ લાગે, એની મને ખાતરી છે.” પહેલીએ કહ્યું. કર 66 પણ આ તે બાળક જ નથી. “આ તો કોઈ કદરૂપું વાંદરું છે,” બીજીએ જવાબ આપ્યો. 66 આ તો એક ચમત્કાર જ છે,” ચેાથીએ જણાવ્યું. “અરે આ તો ખરી રીતે ધૃણાપાત્ર રાક્ષસ જ છે!” ત્રીજીએ અભિપ્રાય આપ્યા. ' જુને ચીસા પાડે છે, - મંદિરના કીર્તનિયાને પણ બહેરો કરી નાખે એવી. ચૂપ મર, ભૂંડા સાંઢિયા ! બીજી ગર્જી ઊઠી. "" 66 મને તો લાગે છે કે કોઈ યહૂદીને ભૂંડણથી થયેલું આ બાળક છે – એ ખ્રિસ્તી બાળક છે જ નહિ, અને તેને કાં તે પાણીમાં ડુબાડી દેવું જોઈએ કે આગમાં ફેંકી દેવું જોઈએ !” પહેલી તડૂકી. 66 ‘ એટલી તે। મને ખાતરી છે કે, કોઈ એને દત્તક લઈ જવા તૈયાર નહિ થાય !” ચોથીએ ફેંસલા સંભળાવી દીધા. "" “લૉર્ડ બિશપના સ્થાનની પાસે, નદી ભણી જતાં આ ગલીને છેડે આવેલા અનાથાશ્રમની બિચારી ધાવ-નર્સને આ બાળક ધવડાવવું પડશે, ત્યારે તેમની શી વલે થશે? હું તે આને ધવડાવવું પડે તેના કરતાં ખવીસને જ પહેલા ધવડાવું. પહેલી બાલી. "" “બાપડી કેવી નાદાન છે? મારી વહાલી સિસ્ટર, હું જોતી પણ નથી કે આ ખવ્વીસ ચાર વર્ષના છે, અને તેને તા ભૂંજાવેલું માંસ જોઈએ, તારું થાન નહીં!” ત્રીજીએ તેને સંબોધીને જવાબ આપ્યો અને વસ્તુતાએ પણ એ નાને ખવ્વીસ તરતનું જન્મેલું બાળક નહેાતે. એને કેનવાસની કોથળીમાં માથું એકલું બહાર રહે તે રીતે ખાસી દીધેલા હતા. તે કોથળી ઉપર પૅરીસના બિશપનું નિશાન હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy