________________
પૂતિ
૨૬૧ ચંદ્રગુપ્તના રાજ્યકાળ સાથે નિકટ સંબંધ માને છે. પરંતુ ચંદ્રગુપ્તને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૩૨૩-૨૯૯ની વચ્ચે જ મૂકી શકાય તેમ છે. એટલે એ બે વાતે બંધ બેસતી આવતી નથી. હવે જે ઈ. સ. પૂ. ૪૬૭ ને નિર્વાણનું વર્ષ સ્વીકારીએ, તે ભદ્રબાહુનું મૃત્યુ ઈ. સ. પૂ. ૨૯૭માં ઠરે – જે ચંદ્રગુપ્તના રાજ્યકાળ દરમ્યાન આવીને ઊભું રહે.
અહીં એક અગત્યની દલીલને રદિયો આપવાનું રહે છે. દીઘનિકાય (૩-૧૧૭) અને મઝિમનિકાય (૨– ૨૪૩) માં જણાવ્યું છે કે, બુદ્ધ શાન સામગામમાં હતા ત્યારે તેમને ખબર મન્યા કે નાતપુત્ર પાવામાં મરણ પામ્યો છે અને તેને સંઘ ફાટફૂટથી છિન્નભિન્ન થઈ જવાની અણી ઉપર આવ્યો છે. આ ઉલ્લેખ પ્રમાણે તે મહાવીર બુદ્ધ પહેલાં નિર્વાણ પામ્યા હોવા જોઈએ અને આપણી ગણના પ્રમાણે તે બુદ્ધ (ઈ. સ. પૂ. ૪૭૭)ની પછી મહાવીર (ઈ. સ. પૂ. ૪૬૭) નિર્વાણ પામવા જોઈએ. પણ ઉપર જણાવેલા ઉલ્લેખે ઉપર નીચેનાં બે કારણોથી વજૂદ મૂકવા જેવું નથી.
એક તે એ કે, એ ઉલ્લેખમાં મહાવીરના મૃત્યુસ્થાન તરીકે જે પાવા જણાવ્યું છે, તે કસિનારની નજીક શાના દેશમાં આવેલું પાવા છે. જ્યારે, જૈન મહાવીરના મૃત્યુસ્થાન તરીકે જે પાવા જણાવે છે, તે તે બિહારમાં ગિરિયથી ૩ માઈલ દૂર આવેલું પાવાપુરી ગામ છે. ઉપરાંત મહાવીરના મૃત્યુ સમયે જૈનસંઘ છિન્નભિન્ન થવાની અણુ ઉપર આવ્યું હતું એ કશો જ ઉલ્લેખ જૈન ગ્રંથોમાં મળતો નથી. જૈનગ્રંશે સામાન્ય રીતે પોતાના સંધમાં પડેલી ફાટફૂટ છુપાવવાને બદલે તેની કાળજીપૂર્વક નોંધ લેતા માલુમ પડે છે. એટલે નિકાયના લેખકોએ બહુ પછીના સમયમાં જુદી જુદી સાંભળેલી વાતનો ભળતે જ છબરડો વો હોય એમ બની શકે.
બીજું કારણ એ કે, બૌદ્ધગ્રંથોમાં બુદ્ધ સાથે રાજા બિંબિસારનું -નામ વધારે આવે છે, જ્યારે, જૈનગ્રંથોમાં મહાવીર સાથે બિંબિસારના પુત્ર કુણિક (અજાતશત્રુ ) નું નામ વધુ આવે છે. ઉપરાંત બૌદ્ધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org