________________
૨૫૦
મહાવીરસ્વામીને સંચમધમ બુદ્ધિમાન પુરુષો (વસતુઓના) અંત સેવે છે માટે જ સંસારને અંત લાવી શકે છે. મનુષ્યલોકમાં આપણે ધર્મની આરાધના માટે જ મનુષ્ય થયા છીએ. (૧૫–૧૫) धम्मं कहन्तस्स उ जस्थि दोसो, खन्तस्स दन्तस्स जिइन्दियस्स । भासाय दोसे य विवजगत्स, गुणे य भासाय णिसेवगस्स ॥
ધર્મ કહેવામાત્રથી દોષ લાગતું નથી, જો તે કહેનાર ક્ષાંત હોય, દાંત હોય, જિતેંદ્રિય હોય, વાણીના દોષ ત્યાગનારે હેય અને વાણીના ગુણે સેવનાર હોય. (નં. ૨, ૬-૫) वायाभियोगेण जमावहेजा, णो तारिसं वायमुदाहरेज्जा । अट्ठाणमेयं क्यणं गुणाणं, णो दिक्खिए बूय सुरालमेयं ॥
જે વાણી બોલવાથી પાપને ઉત્તેજન મળે, તે વાણી કદી ન બેલવી. દીક્ષિત ભિક્ષુએ ગુણોથી રહિત તથા તથ વિનાનું કાંઈ ન બોલવું. (ખં૦ ૨, ૬-૩૩) बुद्धस्स आणाए इमं समाहिं, अस्सिं सुठिच्चा तिविहेणं ताई। तरिउं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरेञ्जा ॥
જ્ઞાનીની આજ્ઞાનુસાર મોક્ષમાર્ગમાં મન વાણી અને કાયા – એમ ત્રણે પ્રકારે સ્થિત થઈ, જે પિતાની ઇન્દ્રિયોનું રક્ષણ કરે છે તથા સમુદ્ર જેવા આ સંસારને તરવા માટે જેની પાસે સર્વ સામગ્રી છે, તે પુરુષ ભલે બીજાને ધર્મોપદેશ આપે. (નં. ૨, ૬-૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org