________________
स्वेन प्रपूरितजगत्त्रयपिण्डितेन | कान्तिप्रतापयशसामिव संचयेन ।। माणिक्य-हेम-रजतप्रविनिर्मितेन । સર્વિત્ર ભવન્નમતો વિમારિક Tીર૭TI
ત્રણે જગત વિશેષે ભરાઈ જવાથી (અન્યત્ર ક્યાંય ખાલી સ્થાન ન હોવાથી) પિંડ સ્વરૂપે થયેલો પોતાની કાન્તિ, પ્રતાપ અને યશનો જાણે સંચય જ હોય શું ? એવા માણેક, સુવર્ણ અને રૂપાના બનાવેલા ત્રણ ગઢ વડે કે ભગવાન્ ! આપશ્રી ચોતરફથી શોભો છો. ભગવાનની કાન્તિ નીલાવર્ણની છે. તેથી માણેકનો પ્રથમ ગઢ નીલવર્ણનો છે. ભગવાનનો પ્રતાપ અગ્નિ સમાન પીળો છે તેથી સુવર્ણનો બીજો ગઢ પીતવર્ણનો છે. અને ભગવાનનો યશ ઉજ્વલ છે તેથી રૂપાનો ત્રીજો ગઢ શ્વેતવર્ણનો છે. આ ત્રણે ગઢ એ જાણે ભગવાનના કાન્તિ, પ્રતાપ અને યશનો સંચય જ હોય એમ લાગે છે. રા.
આઠમું સ્મરણ-૧૮૩
Eight Invocation-183
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org