________________
त्वामेव वीततमसं परवादिनोपि । नूनं विभो हरिहरादिधिया प्रपन्नाः ।। किं काचकामलिभिरीश सितोपि शंखो । नो गृह्यते विविधवर्णविपर्ययेण ||१८||
હે પરમાત્મા ! અન્ય દર્શનકારો પણ રાગ, દ્વેષ અને મોહરૂપી દોષો ચાલ્યા ગયા છે જેમના એવા આપશ્રીને જ હરિ-હર આદિની બુધ્ધિથી શરણે આવેલા છે. કારણ કે હે સ્વામી ! પીળીયાના રોગવાળા મનુષ્યો વડે ધોળો એવો પણ શંખ શું જુદા જુદા રંગના વિપર્યય પૂર્વક ગ્રહણ કરાતો નથી ? જેમ પીળીયાના રોગથી ધોળો શંખ પણ વિવિધવર્ણે ગ્રહણ કરાય છે તેમ મિથ્યાત્વના રોગથી અન્યદર્શનીઓ નિર્મળ એવા પણ તમને હરિ-હર-બ્રહ્માવિષ્ણુ આદિના નામે જાણે છે. ।૧૮।
આઠમું સ્મરણ-૧૭૦
Jain Education International
Eight Invocation-170
For Private & Personal Use Only
www.jainelibrary.org