________________
आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया । ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः || पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानम् ।। किं नाम नो विषविकारमपाकरोति ।।१७।।
હે જિનેશ્વર પ્રભુ ! વિદ્વાન પુરૂષો વડે તમારી સાથે અભેદ બુદ્ધિ પૂર્વક ધ્યાન કરાતો આ આત્મા તમારા જેવા પ્રભાવ વાળો થાય છે (એમાં કંઈ આશ્ચર્ય નથી) કારણ કે પાણી પણ “આ અમૃત જ છે” એમ વારંવાર ચિંતવાયું છતું (અથવા મણિ-મંત્રાદિથી સંસ્કારાયું છતું) શું વિષના વિકારને દૂર કરતું નથી ? અર્થાત્ પાણી પણ અમૃત બનીને વિષવિકાર દૂર કરે જ છે. તેમ તમારૂં ધ્યાન કરનારાઓનું કર્મવિષ દૂર થવાથી તેઓ પરમાત્મા બને જ છે . ।।૧૭।।
Atmā Mani şibhirayam Tvadabhēdabuddhayāl Dhyātō Jinendra! Bhavatiha Bhavatprabhāvaḥ || Pāniyamapyamṛtamityanucintyamānam II Kim Nāma No Visavikāramapākarōti || 17 || O Lord, Jina ! This Soul, when meditated upon with a notion of non-difference from you, comes to possess power similar to you. This is not surprising at all. For, when water is thought of as nectar repeatedly (accompannied with the use of magic gems, spells etc.) it is able to really remove the deadly effect of poison. In other words, just as water turns into nectar and removes the effect of poison, so also, the poison in the form of the Karmas of your devotees who meditate on you is removed and they indeed become supreme souls. ||17||
આઠમું સ્મરણ-૧૬૯
Eight Invocation-169
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org