________________
अन्तः सदैव जिन यस्य विभाव्यसे त्वं । भव्यैः कथं तदपि नाशयसे शरीरम् ।। एतत्स्वरूपमथ मध्यविवर्तिनो हि । यद् विग्रहं प्रशमयन्ति महानुभावाः ||१६||
હે જિનેશ્વર પરમાત્મા ! ભવ્ય જીવો વડે જે શરીરની અંદર હંમેશાં તમારૂં ધ્યાન-ચિંતન-મનન કરાય છે. તે જ શરીરનો તમે નાશ કેમ કરો છો ? તેનો ઉત્તર એ છે કે મધ્યવર્તી પુરૂષોનું આ જ સ્વરૂપ છે કે મહાનુભાવવાળા પુરુષો બેની ચાલતી લડાઈને શાન્ત કરે છે. સારાંશ કે તમે મધ્યસ્થી હોવાથી અનાદિ કાળથી ચાલતી શરીર અને આત્માની લડાઈ મટાડવા શરીરનો નાશ કરો છો અને આત્માને મોક્ષે લઈ જાઓ છો. બન્નેને છુટા પાડો છો. ।।૧૬।।
આઠમું સ્મરણ-૧૬૭
Jain Education International
Eight Invocation-167
For Private & Personal Use Only
www.jainelibrary.org