________________
કલ્યાણ મંદિર (મરણ)
આઠમું સમરણ. कल्याणमन्दिरमुदारमवद्यभेदि | भीताभयप्रदमनिन्दितमंघ्रिपद्मम् ।। संसारसागरनिमज्जदशेष-जन्तुपोतायमानमभिनम्य जिनेश्वरस्य ।।१।।
यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः | स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम् ।। तीर्थेश्वरस्य कमठस्मय-धूमकेतोस्तस्याहमेष किल संस्तवनं करिष्ये ||२||
| યુમમ્ II
કલ્યાણના ભંડાર સ્વરૂપ, ઉદાર, પાપોને ભેદનારૂં, ભયભીત આત્માઓને અભય આપનારૂં, દોષોથી રહિત, સંસારરૂપી સાગરમાં ડુબતા સર્વ જીવોને (તારવામાં) વહાણ સરખું એવું જિનેશ્વર પરમાત્માનું જે ચરણકમલ છે તેને પ્રણામ કરીને. ૧.
કમઠ તાપસના અભિમાનનો નાશ કરવામાં ધૂમકેતુ (નામના) તારા સમાન એવા, ગુરુતાના મહાસાગર એવા જે તીર્થકર ભગવાનની સ્તુતિ કરવાને માટે અતિશય વિશાળ મતિવાળો બૃહસ્પતિ નામનો દેવ પોતે પણ સમર્થ નથી, તે તીર્થંકર દેવની આ હું પોતે સ્તુતિ કરીશ. નેરો
આઠમું સ્મરણ-૧૫ર
Eight Invocation-152
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org