________________
ત્રણ રને અપેક્ષા વિના ખાય છે; અને મઘમાંસનો ત્યાગ કરે છે. બાળક હોય, વૃદ્ધ હોય, થાકી ગયો હોય કે રોગગ્રસ્ત થયે હોય, તે તેવી અવસ્થામાં તેણે પિતાના મૂલ ગુણનો ઉચ્છેદ ન થાય તેવી રીતે, પિતાની શક્તિ કે અવસ્થાને ગ્ય ચય કરવી. જે શ્રમણ પોતાના આહારવિહારમાં દેશ, કાળ, શ્રમ, શક્તિ અને શરીરની સ્થિતિ જોઈ-વિચારીને વરસે છે, તેને થોડામાં ઘેડું બંધન પ્રાપ્ત થાય છે. [પ્ર.૨,૨૨૩૧]
શાસ્ત્રજ્ઞાન જે એકાગ્ર હોય, તે શ્રમણ કહેવાય;
અને જેને પદાર્થોને નિશ્ચય હાય તે જ એકાગ્ર થઈ શકે. પરંતુ અર્થોને નિશ્ચય આગમથી થઈ શકે છે; માટે આગમજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌથી અગત્યને છે. આગમ ભણવા છતાં જે તત્વાર્થમાં શ્રદ્ધા ન હોય, તે મુક્તિ ન મળે. તે જ પ્રમાણે, શ્રદ્ધા હોવા છતાં તે મુજબ સંયમ (આચરણ) ન હોય, તે નિર્વાણપ્રાપ્તિ ન થાય. અજ્ઞાની જે કર્મને લાખ કે કરડે ભવે ક્ષય કરી શકે, તે કર્મને જ્ઞાની એક ઉસમાત્રમાં ક્ષય કરી નાખે છે. વળી, જેને દેહાદિમાં અણુમાત્ર આસક્તિ હોય, તે બધાં આગમે ભણ્યા હોય તો પણ સિદ્ધિ મેળવી ન શકે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી સુરક્ષિત હય, પાંચે ઈકિયેનો નિગ્રહ કરનારે હેય, કષાયોને જીતનારે હોય, અને દર્શન તથા જ્ઞાનથી પરિપૂર્ણ હોય, તો તે શ્રમણ સંયમી કહેવાય. તેને શત્રુ કે બાંધવવર્ગ, સુખ કે દુ:ખ, પ્રશંસા કે નિંદા, ઢેકું કે સોનું તથા જીવિત અને મરણ સમાન હોય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org