SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-વિચાર પરમાણુ બધા સ્કનો જે અંતિમ વિભાગ – જેનાથી આગળ તેને વિભાગ ન થઈ શકે – તે પરમાણુ છે. તે શાશ્વત છે; શબ્દરહિત છે; એક છે; તથા રૂપ, રસ, સ્પર્શ અને ગંધયુક્ત હોવાથી તે અપેક્ષાએ મૂર્ત છે. તેના ગુણો બેલવામાં જ પૃથફ ગણાવાય છે; પરંતુ પરમાણુમાં તેમને પ્રદેશભેદ નથી. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ એ ચાર ધાતુઓનું તે કારણ છે; (એટલે કે, અન્ય દર્શને માને છે તેમ, તે તે ધાતુના જુદા પરમાણુ નથી.); તથા પરિણમનશીલ છે. પરમાણુ શબ્દરહિત છે; કારણકે, શબ્દ તો બે સ્કો અથડાવાથી થાય છે. સ્કંધ એટલે પરમાણુઓનો સમૂહ. શબ્દ બે પ્રકારની હોય છેપ્રાયોગિકર એટલે કે કૃત્રિમ – પુરુષાદિના પ્રયત્નથી થતો; અને નિયત એટલે કે સ્વાભાવિક – મેઘાદિથી થતા. [પં.૭૯] પરમાણુ નિત્ય છે; પિતાના એક પ્રદેશમાં સ્પર્ધાદિ ચાર ગુણેને અવકાશ આપી શકે છે, માટે તે સાવકાશ છે. વળી તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો સમાવેશ ન થઈ ૧. વળી, પરમાવધિજ્ઞાન કે કેવલીના જ્ઞાનનો વિષય થતો હોવાથી પણ તે મૂર્ત છે. ૨. પ્રાયોગિકના પાછા બે ભેદ છે : ભાવાત્મક અને અભાષાત્મક, ભાષાત્મકના પાછા બે ભેદ છે : અક્ષરાત્મક અને અનક્ષરાત્મક (પશુપંખી વગેરેની બાલીરૂપ ). અભાષાત્મકના ચાર વિભાગ : તત, વિતત, ઘન અને સુષિર (વાદ્યોના અવાજ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy