________________
ત્રણ રને
હવે યે દ્રવ્યોનો વિશેષ વિચાર કરીએ. ૧. આકાશ સર્વ જીવોને, ધર્મને, અધર્મને, કાલને
તથા પુદ્ગલને લોકમાં જે દ્રવ્ય સંપૂર્ણ જગા – અવકાશ – આપે છે, તે આકાશ છે. આકાશના જે ભાગમાં તે સર્વ આવેલાં છે, તે લેક કહેવાય છે. લોકની બહાર અનંત આકાશ છે. આકાશને અવકાશ આપવા ઉપરાંત ગમન અને સ્થિતિનું પણ કારણ માનવામાં આવે, તો અનેક જૈન સિદ્ધાંતને વિરોધ આવે તેમ છે. જેમકે, મુક્ત થયેલ સિદ્ધ જીવ મુક્ત થતાં વેંત જ ઊર્ધ્વગતિથી લેકની ટોચ સુધી ગમન કરે છે, અને પછી
ત્યાં જઈને અટકે છે. જે આકાશ ગમનનું પણ કારણ હોય, તો લોકની બહાર અલોકમાં પણ આકાશ છે; પરંતુ સિદ્ધ જીવ લેકની બહાર ગમન નથી કરી શકતો; કારણ કે, ગમન અને સ્થિતિમાં સહાયક ધર્મ અને અધર્મ તો લેકથી આગળ નથી. વળી બધા પદાર્થોની સ્થિતિ–ગતિ લોકરૂપી મર્યાદિત ક્ષેત્રમાં થાય છે, તેથી જ આ સુવ્યવસ્થિત જગત માલૂમ પડે છે. કારણ કે, અનંત પુદ્ગલ અને અનંત જીવવ્યક્તિઓ અનંત પરિમાણવાળા વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંસાર કરે, તો એવાં પૃથફ થઈ જાય, કે એમને ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે પડવું અસંભવિત તો નહિ, તોય કઠિન તે જરૂર થઈ જાય.” * એટલે, આકાશને ગમન અને સ્થિતિનું પણ કારણ
" અવતરણમાં મૂકેલો ભાગ મૂળમાં નથી. ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org