________________
ઉદઘાત તેમાં દીક્ષા લેનાર સાધકને ઉપયોગી અને આવશ્યક ઉપદેશ ભરેલો છે. તેની રચના વ્યવસ્થિત છે; તથા તેમાંનું નિરૂપણ એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર ક્રમસર આગળ વધે છે. તેમાં લેખક માત્ર વિધાનો નથી કરતા, પરંતુ, સામે ઊઠી શકે તેવી દલીલોને પહેલેથી જ કલ્પી, તેમને જવાબ આપવા પ્રયત્ન કરે છે. પ્રવચનસાર” વાસ્તવિક રીતે એક દાર્શનિક ગ્રંથ છે, તેમજ સાધકને ઉપયોગી એ શિક્ષાસંગ્રહ પણ છે. આખા ગ્રંથ દરમ્યાન આપણને કોઈ સમર્થ તત્ત્વવેત્તાને હાથની અસર સ્પષ્ટ દેખાયા કરે છે, અને તેમાંની સચોટ તથા સરળ શિલી ઉપરથી લાગ્યા વિના રહેતું નથી કે, એ લખાણ કોઈ ખરેખરા તત્ત્વદષ્ટાના અંતરમાંથી ઉદ્દભવેલું છે.
આ અનુવાદ આ અનુવાદમાં તો તે ત્રણે ગ્રથને
એકત્રિત સારાનુવાદ છે. એ ત્રણે ગ્રામાં પિતામાં જ એક પ્રકારની એવી એકતા છે કે, તેમના વિષયને આ રીતે એકત્રિત કરી શકાય. કેટલીક પ્રારંભિક બાબતો ત્રણે ગ્રંથમાં સમાન છે; એટલે તેમના પુનરાવર્તનનો તો સહેલાઈથી છેદ જ ઉરાડી શકાય છે; ઉપરાંત દરેક ગ્રંથમાં જે કંઈ વિશેષ છે, તે એક પુસ્તકમાં સાથે ગોઠવવાથી સમગ્ર વિષયનું નિરૂપણ સળંગ અને સંપૂર્ણ થાય છે. એક વસ્તુ જરૂર કબૂલ કરવી જોઈએ કે, એમ કરવા જતાં આ ગ્રંથ માત્ર દાર્શનિક પણ નથી રહ્યો, કે કોઈ સમર્થ તત્ત્વદષ્ટાની અખલિત વહેતી ઉપદેશવાણ જેવો પણ નથી રહ્યો. “પંચાસ્તિકાય'માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org