________________
પ્રાસ્તાવિક બે દષ્ટિએ જેમ પ્લેચ્છ લોકોને સ્વેચ્છ ભાષા
| વિના કાંઈ સમજાવી શકાય નહીં, તેમ સામાન્ય લોકોને વ્યવહારદષ્ટિ વિના પારમાર્થિક દૃષ્ટિ સમજાવવી અશક્ય છે. વ્યવહારદષ્ટિ અસત્ય છે; અને શુદ્ધ પારમાર્થિકદૃષ્ટિ જ સત્ય છે. જે જીવ પારમાર્થિક દષ્ટિનું અવલંબન લે છે, તથા તે દૃષ્ટિએ જ જીવ–અજીવ, પુણ્યપાપ, આસ્રવ–સંવર, નિર્જર, બંધ અને મેક્ષ એ નવ તનું સ્વરૂપ સમજે છે, તે જ સમ્યષ્ટિ જીવ કહેવાય. પરમ ભાવમાં સ્થિત અધિકારીઓએ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ જણાવનાર પારમાર્થિક દૃષ્ટિની જ ભાવના કરવી જોઈએ.
૧. મૂળમાં તેને માટે “શુદ્ધ નય, નિશ્ચય નય, પારમાર્થિક નય” એવા શબ્દો છે. અનુવાદમાં બધે પરમાર્થ દષ્ટિ કે પારમાર્થિક દૃષ્ટિ એવો પ્રયોગ કાયમ રાખે છે. નય એટલે દષ્ટિ, દષ્ટિબિંદુ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org