SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ માટે વિદ્યામઠ બાંધ્યા હતા. આ દાનશાળાઓ જ ઉપરના માં જણાવેલ “મહાસ્થાન' હશે એવી કલ્પના કરવામાં આવે છે. કુમારપાલ ૨૦ વર્ષને હતું ત્યારથી પાટણ છોડીને નાસી છૂટ્યો હતો. સિદ્ધરાજના તેના પ્રત્યેના અણગમાનાં ઘણાં કારણ બતાવવામાં આવે છે. પરંતુ તેનું મુખ્ય કારણ એ લાગે છે કે, વાસ્તવિક રીતે કુમારપાલ જે ગાદીને સાચે વારસ હતો. ભીમદેવને ક્ષેમરાજ અને કર્ણ એ બે પુત્રો હતા. તેમાં ક્ષેમરાજ મેટ હતો, એટલે તેને જ ગાદી મળવી જોઈએ. પરંતુ તે ધાર્મિક વૃત્તિને હોવાથી, તેણે પિતાની રાજીખુશીથી ગાદી કર્ણને સોંપાવી. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ પિતાની સારવારમાં રહ્યો. કણે જ્યારે ગાદી જયસિંહને આપી, ત્યારે તેણે દેવપ્રસાદ સાથે માયાળુ વર્તન રાખવાનું સૂચવ્યું હતું. કારણકે, ખરે ગાદીપતિ તે તે જ હતો. દેવપ્રસાદ પિતાના પુત્ર ત્રિભુવનપાલને જયસિંહની સંભાળમાં મૂકીને કર્ણની સાથે જ સરસ્વતી નદીને કિનારે મરણ પામે. કુમારપાલ એ ત્રિભુવનપાલને પુત્ર હતું. તેના બાપદાદાએએ રાજગાદીને હક રાજીખુશીથી જવા દીધેલું હતું, પરંતુ તેથી કુમારપાલનો હક ડૂલ થય ગણાય નહીં. અને તે કારણે જ એ બે વચ્ચે વૈમનસ્ય જગ્યું હોવું જોઈએ. - કુમારપાલે ૩૦ વર્ષ હિંદુસ્તાનના અન્ય ભાગોમાં રખડવામાં ગાળ્યાં. એક વાર એ પ્રમાણે ફરતાં ફરતાં ઉજજનના મચીની દુકાને જયસિંહના મરણની ખબર તેને મળી. એટલે લાગલો જ તે અણહિલપુરે પાછો આવ્યો, અને પિતાના બનેવીની મદદથી રાજગાદીએ આવ્યો. કુમારપાલ જ્યારે નાસતો ફરતો હતો. ત્યારે તેને ઘણા લોકેએ મદદ કરી હતી. “પ્રાચીન પ્રબંધસંગ્રહ માં જણાવ્યા પ્રમાણે ખંભાતમાં તે એક વાર છૂપી રીતે આવેલે, ત્યારે હેમચંદ્રાચાર્યે ખંભાતના ઉદયન મંત્રીની સાખે તેનું ભવિષ્ય ભાખ્યું હતું કે, વિ. સં. ૧૧૯૯ ના કાર્તિક વદી બીજને દિવસે આ માણસ અણહિલપુરના રાજા થશે. આ પછી હેમચંદ્ર તેને ઘણુ વાર વિવિધ મુશ્કેલીઓમાંથી બચાવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy