________________
પછી આંગળીમાં ચંદન લઈને મણિબંધ (હાથના કાંડા) પૂજાને દુહ બેલ. મણિબંધ પૂજાને દુહે :
કાતિક વચને કરી, વરસ્યાં વરસી દાન, કર કાંડે પ્રભુપૂજના, પૂજે ભવિ બહુમાન
ભાવના :- હે પ્રભુ! આપે આ હાથ વડે દીક્ષા પહેલાં રેજનાં એક કરોડને આઠ લાખના હિસાબથી એક વર્ષમાં ત્રણ અઠ્ઠાસી કરેડને એંસી લાખ (૩૮૮૮૦૦૦૦૦) સેનામહોરનું દાન દઈને જગતના દારિદ્રયને નાશ કર્યો, એ રીતે મારું ભાવદારિદ્રય દૂર થાવ. આ ભાવના ભાવતાં બંને મણિબન્ધની પૂજા કરવી. (પ્રભુના જમણુ-ડાબા કાંડે તિલક કરવું) ' ફરી આંગળીમાં ચંદન લઈને સ્કંધ પૂજાને દુહ બેલ. સ્કંધ પૂજાને દુહે :
માન ગયું હોય અંશથી, દેખી વય અનંત, ભુજબળે ભવજળ તર્યા, પૂજે ખંધ મહંત,
ભાવના :– હે પ્રભુ! આપનું અનંતવીર્ય જોઈને આપના બંને ખભામાંથી માન તે કયાંય દૂર ભાગી ગયું અને આ ભૂજાઓના બળથી આપ સંસાર સમુદ્રને પાર ઉતરી ગયા, એ રીતે હું મારા જીવનમાંથી પણ માનને હઠાવી દઈને સંસાર સમુદ્રને પાર પામી જાઉં! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org