SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મનું! આપના આ પુણ્યદેહથી હિંસાદિ કેઈ પાપનું સેવન થયું નથી. આ શરીર દ્વારા ગ્રામાનુગ્રામ વિહાર કરી અનેક જીનાં સંસારનાં બંધન તેડયાં, સર્વ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન દર્શન પ્રગટાવ્યાં. હે કરુણુસમુદ્ર! આપનું દર્શન ચંદ્રની જેમ પાપના તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાનતિમિરને હઠાવે છે; મેઘની જેમ ભવદવને (સંસારના દાવાનલને) શાંત કરે છે, અગ્નિની જેમ કર્મકાષ્ટને બાળીને ભષ્મ કરે છે, પવનની જેમ કમ્રજ ઉડાડી દે છે, અરિસાની જેમ આત્મસ્વરૂપને દેખાડે છે, ઔષધની જેમ કમ્રેગને દૂર કરે છે, ચક્ષુની જેમ સન્માર્ગ દેખાડે છે, ચિંતામણિ રનની જેમ સર્વેઇચ્છિતેને પૂર્ણ કરે છે, અમૃતની જેમ ભાવગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે, ચંદનની જેમ ગુણ સુવાસને પ્રગટાવે છે. ૦ દેરાસરની ૮૪ આશાતના છોડે ૦ આશાતનાજ્ઞાન વગેરે મહાન આત્મગુણોના લાભને વિનાશ કરનારું અવિનયવાળું આચરણ જઘન્ય ૧૦. મયમ ૪૨. ઉત્કૃષ્ટ ૮૪ આશાતના છે. દેરાસરમાં (૧) નાકનું લીંટ નાખે, (૨) જુગાર, ગંજીફ, શેત્રંજ ચોપાટ વગેરે રમત રમે, (૩) લડાઈઝઘડે કરે, (૪) ધનુષ્ય વગેરેની કળા શીખે, (૫) કે ગળા કરે (૬) તલપાન સેપારી વગેરે ખાય, (૭) પાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004992
Book TitleJina darshan Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMitranandvijay
PublisherShantinagar Jain Aradhak Mandal Ahmedabad
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy