________________
હર્ષમાં ઘંટારવ કરે કે જૈનશાસનને જયજયકાર સૂચવવા ઘંટનાદ કરે, હળવેથી મધુર અવનિ કરે. ઘટના અવાજથી બીજાને ખલેલ ન પહોંચે તેને વિવેક રાખવે. દેરાસરના ઓટલે દર્શન કરી બહાર નીકળ્યા પછી
ડીવાર દેરાસરના ઓટલે બેસી ભાવના ભાવવી કે “–હે વિતરાગ અરિહંત ! આપના પુણ્યદર્શન ફરી કયારે કરીશ? પાછે સંસારની ઉપાધિમાં-પાપ પ્રવૃત્તિમાં જઈ રહ્યો છું. પણ આપનાં દર્શનથી પ્રાપ્ત થયેલી ઉચ્ચ ભાવનાઓ અને વિવેકબુદ્ધિ ટકી રહે તેમ હું ઈચ્છું છું.” ભવ્ય ભાવના :
પ્રભુના દર્શન વખતે અથવા છેલ્લે દેરાસરમાંથી નીકળતાં પહેલાં પ્રભુ સામે સ્થિર દષ્ટિ રાખી નીચે મુજબ ભાવના ભાવો અને હદયને પ્રભુભક્તિથી ભીનું બનાવે!
હે વીતરાગ ! અનંત પુણ્યના ઉદયથી આજે આપનું પુણ્યદર્શન પામીને મારું જીવન ધન્ય બન્યું છે. મારે અંતરાત્મા ઉલ્લાસિત બન્યું છે. દરિદ્રતા, દૌભગ્ય તેમજ જન્મજન્માંતરમાં પાપ નાશ પામી ગયાં એમ મને લાગે છે, નહિતર આપના દર્શન મળે કયાંથી?
ખરેખર ! આપની વીતરાગ મુદ્રા મારી આત્માને મહ નિદ્રામાંથી જાગૃત કરે એવી છે. હે નાથ ! આપનું દર્શન–વંદન-પૂજન કરી એ દઢ શુભસંકલ્પ કરું છું કેઆપના ધર્મોપદેશનું શ્રવણ કરી મારા આત્મામાં શુભ સંસ્કારની થતાં પ્રગટ કરીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org