SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ V ૪૪ લખી, તે સૂત્રોને જૈન તત્ત્વસિદ્ધાંતના ચોકઠામાં પણ ગાવી બતાવવા પ્રેરાઈ શકયા છે. એક કરણ તરીકે ચિત્તનું અને તેની જ્ઞાનપ્રક્રિયાનું નિરૂપણુ યોગસૂત્રમાં અલબત્ત છે અને હાવું જોઇએ. પરંતુ તે બધું પણ એક સ્વતંત્ર માનસશાસ્ત્રીય કે દાનિક વિષયની રીતે નથી. તેથી તો એ જ્ઞાનપ્રક્રિયાના કાટીક્રમના નિરૂપણના અર્થમાં લઈ શકાય તેવી સમાપત્તિ અને સંપ્રજ્ઞાન રૂપી બાબતો પણ જૂના ટીકાકારો માત્ર સમાધિના કોટીક્રમના અર્થમાં જ ઘટાવી લઈ શકે છે. ચિત્ત, તેનું સ્વરૂપ, અને તેની જ્ઞાનપ્રક્રિયા અંગે જુદે જુદે ઠેકાણે આવેલા ઉલ્લેખા આપણે સળંગ તારવવા જઈએ, તે। આ પ્રમાણે સિદ્ધાંત ઊભા થતા જણાય છે :— ચિત્ત છે; અને ચેતન દ્રષ્ટા છે. ચિત્તમાં ( વિષયાને સંપર્ક થતાં ) ક્લિષ્ટ અને અક્લિષ્ટ એવી વૃત્તિએ ઊઠ્યા કરે છે (. ૫). એ વૃત્તિએ ઊર્ફે છે ત્યારે દ્રષ્ટા તેમની સાથે સાપણાને પામી રહે છે (. ૪) અને તેથી દુઃખસંસાર ઊભા થાય છે. જો ચિત્તમાં વૃત્તિ ન ઊઠે, તા દ્રષ્ટનું સ્વ-સ્વરૂપે અવસ્થાન થાય ( . ૩ ). દ્રષ્ટાનું એ પ્રમાણે સ્વસ્વરૂપે અવસ્થાન થવું એ પુરુષાર્થ છે, અને તે માટે ચિત્તની વૃત્તિઓને નિાધ કરવા એ યોગનો હેતુ છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિએ ઊડ્યા કરે, ત્યાં સુધી દ્રષ્ટાનું તેમની સાથે સારૂપ્પ રહે અને સ્વ-સ્વરૂપે અવસ્થાન ધ્રુવલ્પ ન થાય. હવે ચિત્તની વૃત્તિઓના નિરોધની શરૂઆત વિષયોમાં જે આદેયબુદ્ધિ છે, તે દૂર કરવા દ્વારા જ થઈ શકે. અર્થાત્ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનવેશરૂપ લેશે દૂર કરીને જ (૨. ૨૩). એ ક્લેશાને કારણે જ ચિત્ત વિષયાના સંયોગમાં આવી વૃત્તિ રૂપે ઉત્થાન કર્યાં કરે છે, અને પરિણામે જન્મોજન્મ ભાગવવાં પડે એવાં જન્મ, આયુષ્ય, ભેગરૂપી ફળ પ્રાપ્ત કરે છે ( ૨. ૧૨). પરંતુ, એ કળા Jain Education International ४५ કેાઈ વખત સહન કરી શકાય એવાં કે સુખરૂપ લાગે, છતાં તત્ત્વષ્ટિએ દુઃખરૂપ જ છે, અને તેથી હેય છે. ( ૨, ૧૫-૬), દ્રષ્ટાને તે બધું ફળ ચિત્તવૃત્તિ દ્વારા થતા દશ્ય સાથેના સંબંધને લીધે ભેગવવું પડે છે. (ર. ૨૦); એ દૃશ્યનું સ્વરૂપ જ દ્રષ્ટાને એ પ્રમાણે ભેગ અર્પવા માટે છે ( ૨. ૨૧). વિયેા અને વૃત્તિ દ્વારા તેમને ભેગ (જ્ઞાન) અપનાર ઈંદ્રિયાદિ ચિત્તતંત્ર એ બધું દ્રષ્ટાથી ભિન્ન એવી દશ્ય કાટીમાં છે. ચિત્ત જે પદાર્થાનું બનેલું છે તે વિષે યાગસૂત્ર એટલું જણાવે છે કે, દૃશ્યમાત્ર ભૂતેન્દ્રિયાત્મક છે (અર્થાત્, મહત્, અહંકાર, તન્માત્ર ઇંદ્રિય તથા પચમહાભૂત રૂપે પરિણત થયેલું છે) અને ‘ પ્રકાશક્રિયાસ્થિતિશીલ છે( ૨. ૧૮ ); અર્થાત્ સત્તરજસ-તમસ એમ ત્રિગુણાત્મક છે. અને એ ત્રિગુણ ( પંચભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પોંચ કમેન્દ્રિય, અને મન એમ ૧૬– ) વિશેષ, (પાંચ મહાભૂતનાં સૂક્ષ્મ કારણ પાંચ તસ્માત્ર અને તેમનું કારણુ અહંકારતત્ત્વ એ છ-) અવિરોધ, ( તેમનું કારણુ મહાન આત્મા-મહત્તત્ત્વ ૩) લિગમાત્ર, અને (તેના પણ કારણભૂત પ્રધાન-પ્રકૃતિ ) અલિંગ – એ રૂપે પરિણમે છે, અર્થાત્ ચિત્ત એ ત્રણુ ગુણુની બનેલી સત્ વસ્તુ છે, અને દ્રષ્ટાને જ્ઞાન ઉત્પન્ન થવામાં હેતુભૂત એવું મુખ્ય કરણ – અંતઃકરણુ છે. તેમાં જુદી જુદી વૃત્તિ અને પરિણામે થયા કરે છે. ધી તરીકે ચિત્ત એ બધાં પરિણામેામાં અનુગત રહે છે (૬. ૧૧-૧૫). ૧. મૂળમાં ‘આત્મા' શબ્દ છે; તેને અ ૨. સૂત્ર ૧. ૪૦ માં પરમાણુ શબ્દ આવે વાદ તરીકે યોગસૂત્રકારને ઘેરોષિકાદિ દાનની પેઠે ત્યાં પરમાણુ શબ્દ માત્ર મહત્ત્વના વિરાધમાં વપરાયા છે. સ્વરૂપ’ થાય છે. છે; પણ સૃષ્ટિની રચનાના પરમાણુવાદ માન્ય નથી. એક નાનુ એવું બતાવવા ૩. સાંખ્ય પ્રક્રિયામાં તત્ત્વોની ઉત્પત્તિ અને ગણના વખતે મન તથા ઇંદ્રિયાની ઉત્પત્તિ ગણાવાય છે, પણ ચિત્તની ઉત્પત્તિ જીદી ગણાવી હોતી નથી. પર'તુ તે મહત્ તત્ત્વ કે જે ‘બુદ્ધિ ’ પણ કહેવાય છે તેના જ ભેદ ગણાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy