SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગ એટલે શું? બરાબર જાણી શકીએ. અને જે માણસ એવું ચિત્ત પ્રયત્નથી મેળવે, તે આટલા અર્થમાં “સર્વસ” કહેવાય; એટલે કે, તે હવે પછી બધું પામી જઈ શકશે; તેની પ્રજ્ઞા કે બુદ્ધિરૂપી સાધન પૂરેપૂરું સાબૂત બન્યું છે; તે થિતપ્રજ્ઞ થયો છે. ગકાર આ વસ્તુ બતાવવા માટે પ્રારંભમાં સમાપત્તિના આ રીતે ચાર પ્રકારે પાડે છે, અને એ રીતે યોગનો જે કાર્યક્રમ છે તેનું પ્રયોજન તથા તેનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરે છે. છે આ બાબતમાં સૂત્રકાર આગળ પ્રકરણ ચલાવે છે, તે હવે પછી જોઈશું. (૧૫-૧૧-૫૦ સમપત્તિના વિષયની અવધિ ૨૭૭ ગણાવવા જરૂર નહિ. પણ ચિત્તના સૂક્ષમ ભાવ અંગેની હદ ક્યાં સુધીની? તેનો ઉત્તર આ સૂત્રમાં કહ્યું છે. અલિંગ” એટલે જેને પાર્થિવતાનું જડ કે ઇદ્રિયગમ્ય એવું લિંગ કે ચિલ્ડ્રન પણ નથી, એવું જે સૃષ્ટિમાત્રનું એકરસ સૂક્ષમ મૂળ દ્રવ્ય તે. સાંખ્યદર્શનમાં તેને પ્રકૃતિ કે પ્રધાન તત્વ કહે છે. અને એનું લક્ષણ એ છે કે, તેની પાર અને ભૌતિકતામાત્રથી પર એવું જે આત્મતત્ત્વ તે સિવાય બીજું કાંઈ નથી. ચિત્તની સમાપત્તિ માટે ત્યાંથી આગળ કોઈ વિષય નથી. આત્મા તે તર્કગમ્ય છે નહિ. એટલે વિજ્ઞાન દ્વારા પદાર્થોની ખોજ કરતાં કરતાં માનવ તક છેવટે જે એક સૂક્ષ્મતમ ભાવ ઉપર પહોંચે છે, તેનું નામ અલિંગ છે. આજે ભૌતિક વિજ્ઞાન જડ પદાર્થની ખોજમાં અશુભેદન સુધી આવ્યું છે. તેમાં કેટલી બધી રસિક બીનાઓ જણાવા લાગી છે! એ જ આવા કેઈ મૂળ “અલિંગ’ની ખેજ જેવી ગણાય. પણ આ વસ્તુ વળી બીજી વાત થઈ. આ સૂત્રને કહેવું છે તે એ કે, સમાપત્તિનો વિષય સ્કૂલ ઉપરાંત સૂક્રમમાં સુક્ષ્મ દ્રવ્યાના છેવટના દ્રવ્ય સુધીનો છે. એટલે કે, તેને વિષય સચરાચર વિશ્વના દરેક સ્થલ પદાર્થો ઉપરાંત સમસ્ત સૂક્ષમ ભાવો પણ છે. ટૂંકમાં, જ્ઞાન મેળવવા માટે સમાપત્તિના વિષયોમાં કઈ મર્યાદા નથી. માનવ ચિત્તે આ સમસ્ત વ્યાપને આવરી લેવાનું છે. એ કરવાનું સાધન માનવચિત્તની સમાપત્તિશક્તિ કે ધર્મ છે. એ સાબૂત કરવાથી આ અનંત લાગતો વ્યાપ પણ વામન-ડગ પેઠે ઓળંગી શકાય સમાપત્તિના વિષયની અવધિ ૪૦માં પ્રકરણમાં આપણે સમાપત્તિના ચાર પ્રકારે વિષે જોયું. સૂત્રકાર તે પ્રકરણ આગળ ચલાવતાં કહે છે – सूक्ष्मविषयत्वं च अलिंगपर्यवसानम् ।। ४ ।। સમાપત્તિના પ્રકારોમાં આપણે જોયું કે, સવિતક અને નિર્વિતક પ્રકાર ઉપરાંત સૂક્ષ્મ વિષયવાળી બીજી બે સમાપત્તિ છે – સવિચાર ને નિર્વિચાર, આ સૂત્રમાં સૂક્ષમ વિષયની હદ કહી છે કે, તે “અલિંગ” સુધીની છે. વિતર્કના સ્કૂલ વિષયો તો દશ્યમાત્ર છે, એ કહેવા કે Jain Education International For Private & Personal use only www.diary
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy