SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ યોગ એટલે શું? દરેક લેક માને છે. એમના ચિત્તનું લક્ષણ પણ મનુષ્યચિત્તથી અલગ હોય એ ઉઘાડું છે. આ સૂત્ર કહે છે કે, આમાંની જે “વિદેહ” નિઓ તથા પ્રકૃતિદશામાં લીન રહેતી એવી જે “પ્રકૃતિલય” નિઓ છે, તેમાં ચિત્તને નિરોધ “ભવપ્રત્યય’ – સહજ હોય છે. પ્રકૃતિથી જ તેમને એ સિદ્ધ છે. તેમનું ચિત્ત કેવળ પ્રકૃતિ-પ્રેરિત હેઈત્યાં વૃત્તિનિરોધ સ્વાભાવિક છે. પરંતુ મનુષ્ય માટે એથી જુદી વાત છે. તેણે, પિતાના ચિત્તની વિશેષતાને લઈને, ઉપાયે કરીને નિરોધ સાધવાને રહે છે. શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-શક્તિ વડે તેણે એનો ઉપાય કરવાનો રહે છે. તેથી સંસ્કૃત ટીકાકારો ટૂંકમાં આ નિરોધને “ઉપાય-પ્રત્યય” કહે છે. અને યોગશાસ્ત્ર આ “ઉપાય-પ્રત્યય” નિરોધની. મીમાંસા છે. તે ટૂંકમાં કહે છે કે, નિરોધનો આ પ્રકાર સાધવા શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા જોઈએ. શ્રદ્ધા એ ચિત્તની પ્રસન્નતા અને તેનાં બધાં અંગેનાં કામમાં એક સમરસ સમન્વિતતા પેદા કરનારી ચિત્તવિભૂતિ છે. તેને માટે ભાષ્યકાર કહે છે, “તે માતાની પેઠે કલ્યાણમયી. છે અને યોગીનું પાલન કરે છે.” શ્રદ્ધા વગર પુરુષાર્થ કે તેને માટે જોઈતી વીરતા ન સંભવે. એ બે જેની પાસે છે તે પ્રમાદમાં નહિ પડે; તેના ચિત્તમાં રહેલી આખી સ્મૃતિશક્તિ કામ દેશે. તેવાનું ચિત્ત સમગ્રતાપૂર્વક વિકાસ સાધશે. એમાં પછી સમાધિશક્તિને જન્મવા માટે ભૂમિકા સમા૫ત્તિ ૧૫૯ થઈ જશે. એમ એકાગ્રતા કે સમાધિભાવથી ચિત્ત કામ કરે તો તેની પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય છે– પ્રજ્ઞા બરાબર યથાતથ કામ દે છે. એવી રીતે કામ દેનારી પ્રજ્ઞા પછી જરી જરીમાં ડગ્યા કરતી નથી. તે રીતે આગળ જનારે સાધક સ્થિતપ્રજ્ઞ થાય છે. સંક૯૫વિક૯૫, તર્કવિર્તક વગેરેથી ખળભળતી ચિત્તવૃષ્ટિ તેને માટે રહેતી નથી. “વિદેહ” તથા “પ્રકૃતિલય” સો પેઠે આવા યોગીનું ચિત્ત પણ તેના અભ્યાસને પરિણામે સહેજે નિરુદ્ધ દિશામાં રહે છે. આ ટૂંકમાં યોગદશાના વિકાસનો નકશો છે. તે નકશાને વધારે સ્પષ્ટ વિચાર હવે સૂત્રકાર ૪૧થી ૫૧ સૂત્ર સુધીમાં કરે છે. રા-જ-૫૦ ૩૮ સમાપત્તિ – ૧ ગયા પ્રકરણમાં આપણે ૪૧ સૂત્રથી આગળ વિચાર કરવા પર આવ્યા હતા. આ સૂત્રમાં શરૂનાં પાંચ (૪૧-૫) સૂત્રો એક નવો શબ્દ વાપરીને, યોગવિચારમાં નવું એક બિંદુ ઉપાડે છે. એ નવો શબ્દ સમાર છે. તેની ચર્ચા કરતાં સૂત્રો પ્રર્થમ તેની વ્યાખ્યા કરે છે – क्षीणवृत्ते: अभिजातस्य इव मणे: ग्रहीत-ग्रहण-ग्राह्येषु तत्स्थतदंजनता समापत्तिः ॥४१॥ Inin Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy