________________
શ્રી મહાવીર સ્વામિને નમઃ
| શ્રી ગૌતમસ્વામિને નમઃ |
| નમો જિણાવયણસ્મા || નમોનમઃ ગુરુશ્રી પ્રેમ-ભુવનભાનુસૂરયે .
પ્રકાશકીય
ઉછરતી નવી પેઢીને અને જિજ્ઞાસુ બધા જ બાલ-યુવાન વૃદ્ધોને જૈન તત્ત્વજ્ઞાનની સચિત્ર સમજુતી આપતા આ પુસ્તકની રંગીન આવૃત્તિ પ્રકાશિત કરતાં અમારા આનંદની અવધિ નથી.
પ.પૂ. સિદ્ધાંત મહોદધિ કર્મશાસ્ત્રકુશળ વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાના બળે અમારી સંસ્થા એક પછી એક ઉપયોગી પ્રકાશનો શ્રીસંઘની સેવામાં પ્રસ્તુત કરવા કટિબદ્ધ બની છે. તેઓશ્રીના પટ્ટઘર ૫.પૂ. ન્યાયવિશારદ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ ચિત્રો અને લખાણનું અવલોકન કરી જરૂરી અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેઓશ્રીના અંતેવાસી ગીતાર્થ પ.પૂ. બહુશ્રુત આ. શ્રી જયઘોષસૂરિજી મ.શ્રી એ પણ ચિત્રો અને લખાણમાં કોઈ ત્રુટિ રહેવા ન પામે એ માટે સંપૂર્ણ બહુમૂલ્ય અને ઉદાર સહકાર આપ્યો છે. પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ.શ્રી એ ઘણી જહેમત ઉઠાવીને આ પુસ્તકના શાસ્ત્રાનુસારી ચિત્રો તૈયાર કરાવ્યા છે. અને તેનું વિવરણ પૂ. વિદ્ધવર્ય આચાર્ય શ્રી જયસુંદરસૂરિજી મ.શ્રી સાથે બેસીને સંકલન કર્યું છે. તેઓશ્રીની મહેનત અને પરિશ્રમથી આ પુસ્તક પ્રગટ કરી શકાયું છે.
આ બધાં જ જૈન શાસનના સિતારા જેવા ગુરુ ભગવંતોના અમે અંતરથી ઋણી છીએ. તેઓના મંગલ આશિર્વાદથી ભાવિમાં વધુ ને વધુ આવા સુંદર સમ્યગૂજ્ઞાનનાં ઉપયોગી પ્રકાશનો તૈયાર કરવાનો અમને લાભ મળતો રહે એ અમારી શુભકામના છે. આ ચિત્રો અને તેના વિવરણના અભ્યાસથી પ્રેરણા પામીને ભવ્ય જીવો મુક્તિમંદિર તરફ પ્રગતિ કરે એ જ શુભેચ્છા. - સ્વ. પૂજ્યપાદ યુવા પ્રતિબોધક આ.ભ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષના ઉપક્રમે અનંત ઉપકારોના ઋણમાં રંગીન ચિત્રો સાથેની આ નવી આવૃત્તિ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી કુમારપાળ વિ. શાહના સહકારથી પ્રકાશિત કરવામાં આવી છે. જૈન તત્ત્વજ્ઞાનનો વિષય શિબીરોમાં-વાચનામાં-પાઠશાળામાં ભણાવવામાં સચિત્ર-વિવેચન હોઈને બહુ ઉપયોગી ગ્રંથ પુનઃ પુનઃ પ્રકાશિત થઈ રહ્યો છે. સૌ તત્ત્વજિજ્ઞાસુઓને સારી રીતે અભ્યાસ કે દવા ભલામણ છે. - આ તત્ત્વજ્ઞાનના ઉપરથી વિવિધ રંગો સાથે ફૂલેક્ષમાં પ્લાસ્ટીક ઉપર ચિત્રપટ્ટો પ્રિન્ટીંગ થયા છે. ૧ મીટરની ફૂલસાઈઝ શિબીર માટે ૧૯ પટ્ટોનું મૂલ્ય : બે હજાર રૂા.) મધ્યમ સાઈઝના પાઠશાળા માટે ૧૯ પટ્ટોનું મૂલ્ય : ૧ હજાર રૂા.) છે.
આ ગ્રંથનું હિન્દી પ્રકાશનની બીજી આવૃત્તિ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થઈ છે. હિન્દી ક્ષેત્ર માટે ઉપયોગી થશે.
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી લિ. કુમારપાળ વિ. શાહ
અનુક્રમણિકા
ક્રમ
પૃષ્ઠ
વિષય ચૌદ રાજલોક જંબૂદ્વીપ-લવણ સમુદ્ર અઢી દ્વીપ નંદીશ્વર દ્વીપ મેરુ પર્વત અને ફરતું જ્યોતિષચક્ર સકલતીર્થ વંદુ કર જોડ કાળચક્ર-પુદ્ગલ પરાવર્ત જીવના ૫૬૩ ભેદો નવતત્ત્વ-હોડી તથા સરોવરનું દૃષ્ટાંત
પૃષ્ઠ | ક્રમ વિષય
૧૦) નિગોદથી આત્માનો વિકાસ ક્રમ ૧૧) સમકિત પ્રાપ્તિ માટે ગ્રંથિ ભેદ ૧૨) ચૌદ ગુણ સ્થાનક ૧૩) જીવનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ, ૮ કર્મ
૮ કર્યાવરણના દૃષ્ટાંત-બંધ હેતુઓ ૧૪) ૬ વેશ્યા : જાંબૂ-ચોરનું દૃષ્ટાંત ૧૫) જીવને તામસી બનાવનારા ૨૨ અભક્ષ્યો પ૭
આજકાલના બનેલા અભક્ષ્યો ૩૩ | ૧૭) નરકના હેતુ અને ફલમાં મહાદુઃખ
૫૩
૧૬)
૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org