________________
સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધરાવ) માથા ૧
सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं ।
लोअग्ग-मुवगयाणं,
નમો સયા સસિદ્ધાળું ||૧||
(અર્થ-) બાંધેલા (આઠ કર્મો)ને બાળી નાખ્યા છે જેમણે એવા, કૈવલ્ય પ્રકાશવાળા, સંસારથી પાર ગયેલા (પામેલા), (ગુણસ્થાનક ક્રમે યા પૂર્વ સિદ્ધોની) પરંપરાએ પાર પ્રાપ્ત, ૧૪ રાજલોકના અગ્રભાગને પ્રાપ્ત
સર્વ સિદ્ધ ભગવંતોને હું હંમેશા નમું છું.
ચિત્રસમજ - ચિત્રમાંના નીચેથી ઉપરના દૃશ્ય મુજબ, ‘સિદ્ધાણં’ આદિ પદ બોલતાં, અનંત સિદ્ધ બુદ્ધ ક્રમશઃ ઉપર ઉપર દેખવાના. ‘સિદ્ધ’= સિતને યાને બાંધેલા ૮ કર્મોને ધમી=બાળી નાખનાર તરીકે જોવા. શુક્લધ્યાન-શૈલેશીથી કર્મ બળી બહાર નષ્ટ થતા દેખાય. ‘બુદ્ધ’= સર્વજ્ઞ, ‘પારગત’=સંસારસાગર પાર કરી ગયેલા, ‘પરંપરાગત = ગુણસ્થાનકના ક્રમમાં ઠેઠ અંત વટાવી પૂર્વ સિદ્ધોની પરંપરામાં લાગુ થઇ ગયેલા, ને છેવટે ‘લોકાગ્રે=સિદ્ધશિલા પર પહોંચી' સર્વાર્થ સિદ્ધ કરી ચૂકેલા દેખાય. ત્યાં સુધી નજર પહોંચી એટલે ‘નમો સયા સવ્વસિદ્ધાણં' બોલતાં ત્યાં રહેલા સર્વ સિદ્ધ ભગવાનના દરેકના ચરણે આપણું મસ્તક અને અંજલિ લાગેલા દેખાય.
(નાİમિ' (અતિયા આલોયનાર્થ) સૂત્ર
(१) नाणंमि दंसणंमि अ चरणंमि तवंमि तह य वीरियंमि । आयरणं आयारो इअ एसो पंचहा मणिओ ||
(ર) નને વિપ્ નદુમાળે, જીવજ્ઞાને તદ્દ ય ન-નિવળે । વૈનળ-સત્ય-તકુમ, અવિદ્દો નાળમાચારો II (३) निस्संकिय-निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह-थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ || (४) पणिहाण जोगजुत्तो पंचहिं समिईहिं तिहिं गुत्तीहिं । एस चरितायारो अट्ठविहो होइ नायव्वो । (५) बारसविहंमि वि तवे सब्मिन्तर- बाहिरे कुसलदिट्ठे । अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो || (६) अणसण-मूणोयरिआ वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥ (७) पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ ।
झाणं उस्सग्गो विअ, अब्मिंतरओ तवो होइ ॥ (૮) -વૂિમિ વતવીરો પવવામફ નો ખદુત્તમાષતો | जुंजइ अ जहाथामं, नायव्वो वीरियायारो ||
(અર્થ-) ૧) જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, તથા વીર્યમાં પ્રવૃત્તિ એ આચાર છે, એમ આ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારતપાચાર-વીર્યાચાર એ પાંચ પ્રકારે આચાર કહ્યો છે. ૨) કાળ, વિનય, બહુમાન, ઉપધાન (યોગોદ્દહન તપ), (ગુરુ, જ્ઞાન અને શાસ્ત્રનો) અપલાપ ન કરવો, સૂત્ર, અર્થ, અને સૂત્રાર્થ સંબંધમાં ૮ પ્રકારે શાનાચાર છે. ૩) જૈન મતમાં નિઃશંકતા, અન્ય મતની ઇચ્છા-આકર્ષણ નહિ, ‘નિર્વિચિકિત્સા’ ધર્મફળ સંબંધે મતિભ્રમ નહિ, ‘અમૂઢદૃષ્ટિ’= મિથ્યાત્વની પૂજા-પ્રભાવના દેખી સત્ય જૈનમાર્ગમાં ચળ-વિચળતા નહિ, ‘ઉપબૃહણા' ધર્મીના ધર્મ અને ગુણની પ્રશંસા, પ્રોત્સાહન, ધર્મ-ગુણમાં સ્થિરીકરણ, સાધર્મિક પર વાત્સલ્ય, ધર્મ પ્રભાવના આ આઠ દર્શનાચાર છે.
♦ (ગાથા-૪) પ્રણિધાન (એકાગ્ર ઉપયોગ) અને સંયમયોગોથી યુક્ત ચારિત્રાચાર ૫ સમિતિ અને ૩ ગુપ્તિ દ્વારા ૮ પ્રકારે છે. (ગા.૫) ૧૨ પ્રકારના જિનોક્ત બાહ્ય-આત્યંતર તપમાં પણ ખેદરહિત અને આજીવિકાના હેતુ વિના પ્રવૃત્તિ એ તપાચાર જાણવો. ♦ (ગા. ૬) અનશન, ઉનોઇરિકા, (ખાનપાનાદિ ભોગ્ય દ્રવ્યોમાં) છૂટી મનોવૃત્તિને સંકોચવી, રસત્યાગ, કાયકષ્ટ અને કાયાદિનું સંગોપન (સંકોચવું) એ બાહ્ય તપ છે. ૭ (ગા.૭) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ (સેવા), તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ આત્યંતર તપ છે. (ગાથા-૮) બળ-વીર્ય (બાહ્ય-આભ્યન્તર કાયબળ-મનોબળ) ન છુપાવતાં અને યથોક્ત (અર્થાત્ શાસ્ત્રોક્ત જ્ઞાનાચારાદિ)માં સાવધાન થઇ જે પરાક્રમ કરાય અને શક્ય બળ-વીર્ય લગાવાય એ વીર્યાચાર જાણવો.
૪૫