________________
सुलसा चंदणबाला, मणोरमा मयणरेहा दमयंती । नमयासुंदरी सीया, नंदा भद्दा सुभद्दा य ||८||
સુલસા : શ્રેણિકના લશ્કરના મુખ્ય રથિક નાગરથના ધર્મપત્ની. પ્રભુ મહાવીરદેવ પ્રત્યે પરમ ભક્તિ અને શ્રદ્ધા ધરાવતા હતા. દેવસહાયથી થયેલા ૩૨ પુત્રો એક સાથે શ્રેણિકની રક્ષા માટે ખપી ગયા છતાં ભવસ્થિતિ વિચારી પોતે શોક કર્યો નહીં અને પતિને પણ ન કરવા દીધો. પ્રભુ વીરે અંબડ સાથે ધર્મલાભ
કહેવડાવ્યા ત્યારે અંબડે ઇન્દ્રજાળથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા તીર્થંકરની સમવસરણ ઋદ્ધિ વિકુર્તી પણ સુલસા જરાય શ્રદ્ધાની દૃઢતાથી ચલિત ન થઇ તેથી ઘરે જઇ ધર્મલાભ પહોંચાડ્યા. દેવકૃત સમ્યક્ત્વ પરીક્ષામાં લક્ષપાક તેલના ૪ બાટલા ફુટવા છતાં કષાય ન કર્યો. મૃત્યુ પામી દેવલોકમાં ગયા. આવતી ચોવીશીમાં નિર્મમ નામે ૧૫ મા તીર્થંકર થશે.
ન
ચંદનબાલા : ચંપાપુરીના દધિવાહન રાજા-ધારિણી રાણીની કુલદીપિકા. કૌશાંબીના રાજા શતાનિકના હુમલામાં પિતા ભાગી ગયા, માતાએ શીલરક્ષણાર્થે બલિદાન આપ્યું અને તે ઉભી બજારે વેચાઇ. ધનાવહ શેઠે ખરીદી દીકરી તરીકે ઘરે રાખી પરંતુ શ્રેષ્ઠિપત્ની મૂળાને શંકા થઇ કે ભવિષ્યમાં શેઠ આની સાથે લગ્ન કરશે તેથી મુંડન કરી, પગે બેડી નાખી અંધારિયા ઓરડામાં પૂરી. ૩ દિવસે શેઠને ખબર પડતાં સૂપડામાં અડદના બાકુળા આપી બેડી તોડવા લુહારને બોલાવવા ગયા ત્યાં પ્રભુ વીરના અભિગ્રહની પૂર્તિ કરી બાકુળા વહોરાવતા પંચદિવ્ય પ્રગટ થયા. આખરે પ્રભુ વીરના હસ્તે દીક્ષિત થઇ ૩૬,૦૦૦ સાધ્વીઓના વડેરા થયા, અનુક્રમે કેવળી થઇ મોક્ષે ગયા.
મતોમા : સુદર્શન શેઠના પતિવ્રતા પત્ની, જેમના કાઉસગ્ગ ધ્યાને શાસનદેવતાને સહાય માટે આકર્ષ્યા હતા.
0:
મદતરેખા મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુના અત્યંત સ્વરૂપવાન શીલવાન ધર્મપત્ની. મણિરથે મદનરેખાને ચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા તેમાં નિષ્ફળ જતા છેવટે યુગબાટ્ટુનું ખૂન કર્યું. પતિને અંત સમયે અદ્ભુત સમાધિ આપી ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. જંગલમાં જઇ એક પુત્રને જન્મ આપ્યો જે પાછળથી નમિરાજર્ષિ થયા. ત્યાર બાદ મદનરેખાએ દીક્ષા લઇ આત્મકલ્યાણ સાધ્યું.
દમયંતી : વિદર્ભ નરેશ ભીમરાજાના પુત્રી અને નળરાજાના ધર્મપત્ની. પૂર્વભવમાં અષ્ટાપદ પર ચોવીસે ય ભગવાનને સુવર્ણમય તિલક ચડાવ્યા હોવાથી કપાળમાં સ્વયંપ્રકાશિત તિલક જન્મથી હતું. નળરાજા જુગારમાં હારી જતા બન્ને જણાએ વનવાસ સ્વીકાર્યો. જ્યાં બાર વર્ષનો બન્ને વચ્ચે વિયોગ થયો. અનેક સંકટોની વચ્ચે શીલપાલન કરી છેવટે નલ સાથે મિલન થયું. અંતે ચારિત્ર લઇ સ્વર્ગવાસી થઇ બીજા ભવમાં કનકવી નામે વસુદેવના પત્ની બની મોક્ષે ગયા.
નર્મદાસુંદરી : : પિતા સહદેવ અને પતિ મહેશ્વરદત્ત. સ્વપરિચયથી સાસુ-સસરાને દૃઢ જૈનધર્મી કર્યા. સાધુ પર પાનની પિચકારી ઉડવાથી પતિવિયોગની ભવિષ્યવાણી મળી, ભવિષ્યવાણી સફળ થતા પતિવિયોગે શીલ પર અનેક આફતો આવી પણ કષ્ટો વેઠીને પણ સહનશીલતા અને બુદ્ધિના પ્રભાવે શીલ સાચવ્યું. અંતે ચારિત્ર લઇ અવધિજ્ઞાની બન્યા અને પ્રવર્તિની પદ શોભાવ્યું.
સીતા : વિદેહરાજ જનકના પુત્રી અને રામચંદ્રજીના પત્ની. અપરસાસુ કૈકેયીને દશરથે આપેલ વરદાનથી રામ સાથે વનવાસ સ્વીકાર્યો. રાવણે અપહરણ કર્યું. વિકટ સંયોગો વચ્ચે શીલરક્ષા કરી. રામાયણના યુદ્ધ બાદ અોધ્યા પાછા ફર્યા ત્યાં લોકનિંદા થતાં રામચંદ્રજીએ ગર્ભિણી અવસ્થામાં જંગલમાં મૂક્યા, સંતાનોએ પિતા-કાકા સાથે યુદ્ધ કરી પરાક્રમ દાખવી પિતૃકુળને જગાવ્યું. પછી સતીત્વ અંગે અગ્નિપરીક્ષા આપી. વિશુદ્ધ શીલવતી જાહેર થયા કે તુરંત ચારિત્ર લઇ બારમા દેવલોકે ઇન્દ્ર બન્યા. ત્યાંથી આવી રાવણના જીવ તીર્થંકર થશે. તેના ગણધર બની મોક્ષે પધારશે.
તાંદા : શ્રેણિકરાજા પિતાથી રિસાઇને ગોપાળ નામ ધારણ કરી બેનાતટ ગયેલા ત્યારે ધનપતિ શેઠની પુત્રી નંદાને પરણ્યા હતા. નંદાને અભયકુમાર પુત્ર હતા. જેમણે વર્ષોના વિયોગ પછી માત-પિતાનું મિલન કરાવેલું, અખંડ શીલપાલન કરી આત્મકલ્યાણ સાધ્યું હતું.
ભદ્રા ઃ શાલિભદ્રના માતા, પરમ જૈનધર્મના અનુરાગિણી હતા. પતિ-પુત્ર વિયોગમાં વિશુદ્ધ શીલધર્મ પાળી આત્મકલ્યાણ
કર્યું હતું.
સુભદ્રા : જિનદાસ પિતા અને તત્વમાલિની માતાની ધર્મપરાયણ સુપુત્રી. તેના સાસરિયા બૌદ્ધ હોવાથી અનેક પ્રકારે સતાવતા હતા પરંતુ તે પોતાના ધર્મથી ચલાયમાન ન થયા. એક વખત વહોરવા પધારેલા એક જિનકલ્પી મુનિની આંખમાં પડેલું તણખલું કાઢતાં કપાળના ચાંલ્લાની છાપ તે સાધુના કપાળ પર પડી અને સીના માથે આળ આવ્યું, તે દૂર કરવા શાસનદેવીની આરાધના કરતાં બીજે દિવસે નગરના દરવાજા બંધ થઇ ગયા. આકાશવાણી થઇ કે ‘જો કોઇ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણી વડે કુવામાંથી પાણી કાઢીને છાંટશે તો આ દરવાજા ઉઘડશે.' અન્ય સ્ત્રીઓ ન કરી શકતા છેલ્લે સતી સુભદ્રાએ આ કાર્ય કરી બતાવ્યું અને શીલધર્મનો જયજયકાર ફેલાવ્યો. આખરે દીક્ષા લઇ મોક્ષગામી થયા.
GG Sanal Use Only
in Education internation
www.jainelibrary.dig