________________
નવપદ પ્રકાશ પૂર્વકનો હાર્દિક નિ:સ્વાર્થ પ્રેમ તે જાત્ય પ્રેમ છે. ન આચાર્ય સિવાય કઈ તારનાર નથી, કેઈ હિતૈષી નથી તેથી, અને આચાર્ય ગુણગણના ભંડાર છે તેથી, તેમના પર સહેજે પ્રેમ જાત્ય પ્રેમ થાય, આવા ગુણના નિધાન જગતમાં કયાં જોવા મળે? માટે તેમના પર જાત્ય પ્રેમ, હાર્દિક સાચો પ્રેમ કરે. એ પ્રેમ કરીને આચાર્યને આપણે નમીએ. આચાર્ય પર હાર્દિક સાચા પ્રેમ કરવાથી એમના ગુણેનો આદર થાય, ગુણેનું બહુમાન થાય, તેમના ઉપકારને ભારે આપણે માથે આવે, મનને લાગે કે પ્રેમ, મમતા કરવા લાયક હોય તો તે આચાર્ય પર છે. તેમના ઉત્તમકેટિના ૩૬-૩૬ ગુણોને કારણે હયું ઓવારી જાય.
(કાવ્ય-ઢાળ) વર છગીસ ગુણે કરી રહે, યુગ પ્રધાન જન મહે; જગ બહે, ન રહે ખિણ કહે, સૂરિ નમું તે જોહે રે
ભવિકા (૨) આચાર્ય મહારાજ ઉત્તમ છત્રીસ ગુણેથી શોભતા છે. શાસ્ત્રમાં આ ૩૬ ગુણની એક છત્રીશી, એવી ૩૬ છત્રીશી આવે છે. તાત્પર્ય ૩૬ રીતે ૩૬-૩૬ ગુણો આચાર્યના વર્ણવેલા છે, એ એકેક ગુણની અનુમોદના પણ કરીએ તો ય મહાન લાભ થાય, ગુણેનું આપણું આમામાં બીજાધાન થાય. જે એકેક ગુણની અનુમોદનામાં મહાત્ લાભ, તે પછી ૩૬ ૪૩૬ = ૧૨૯૬ ગુણોની, એકેક ગુણને નામવાર લઇને, અનુમોદના થાય એમાં કેટલા બધા લાભ!! એટલા ગુણનાં બીજાધાન થાય બીજ વાવણી થાય એ અદ્દભુત લાભ કરનાર બને,
અહીં ૩૬ છત્રીસીના ગુણોના વર્ણનમાં ઊતર્યા વિના ગુણેને નામથી જોઈ લઈએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org