________________
૧૭૭
પુષ્ટ કર્યું હેય કિંતુ જડાસકિતના ઝેરથી બેભાન આત્મા સજીવન ન થાય તો બધું નકામું છે. મોટો પંડિત હેયને શુદ્ધ ચેતના ન હોય તો બધું નકામું છે. તેથી સંવેગ એ અમૃત છે, શુદ્ધ ચેતનાને સજાગ કરે છે.
તેમ સૂત્ર-અર્થ અને સંવેગ વડે ઉપાધ્યાય શિષ્યના મનને વિશુદ્ધ બનાવે છે, શિષ્યને પુષ્ટ બનાવે છે ને ખુશ કરે છે તેવા મહાન ઉપકાર ઉપાધ્યાયનું હંમેશા ધ્યાન કરે,
“હંમેશાં શબ્દ એટલા માટે મૂક છે કે જે ધ્યાન સતત, ચાલુ ન હોય અને વચમાં તુટક પડયું તે સંસ્કારનું દઢીકરણ નહિ થાય, અને નિત્ય ધ્યાન કરે તો સંસ્કારનું દઢીકરણ થાય,
આ ઉપરથી એ ફલિત થાય છે કે
જે સારી ચીજ છે, તે સતત કર્યા કરે તો તેના સંસ્કાર દઢ થઈ જાય ને ભવાંતરે બહુ ઉપયોગી થઈ જાય.
ભવાંતરમાં દઢ સંસ્કારની વસ્તુ સુલભ બને છે.
તેથી આજે વર્તમાનમાં સારું કરતાં રહેવાનું છે, ને નરસું બિલકુલ નહિ. એક મિનિટની ગટિયા વાત કે ડાકેળિયું ય નહીં, જે તે કરવા જાય, તો ધર્મગ પર છાર ફરી વળે. એ શેના જેવું થયું છે કે અગ્નિ સળગાવે ને તે ઉપર રાખ ઢાંકી રાખે તેના જેવું થયું,
જે ભવાંતરમાં સારી ચીજ જોઈતી હોય તો આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org