________________
૧૬૨
શાસ-સ્વાધ્યાય સમ્યકત્વને તે નિર્મળ કરે, ઉપરાંત બીજુ શું કરે છે? આ, કે મોહનીય કર્મના ભાવ, હિંસામય આરંભ સમારંભાદિના ભાવ, કષાયના ભાવ, ઈન્દ્રિય આસકિતના ભાવ, આ બધા મોહના ભાવ છે. તેનો નિગ્રહ અને ક્ષપશમ કરે છે.
દ્વૈપાયન દ્વારિકા બાળી નાખવા તૈયાર થયે, ત્યારે ભગવાન નેમનાથે કહ્યું “ધમ કરે, જ્યાં સુધી ધર્મ કરશે ત્યાં સુધી દેવતા દ્વારિકા નહિ બાળી શકે.” બસ ભગવાને કહ્યું ને આખી દ્વારિકામાં ધર્મને જુવાળ ઉપડ, પેલે દેવ બાર વર્ષ આકાશમાં વ્યર્થ આંટા મારતો રહ્યો. અગ્નિ મૂકી શકે નહિ; કેમકે દ્વારિકામાં ભારે વર્ષધર્મનું તેજ એટલું ઊંચું વ્યાપી રહ્યું કે
તેથી પેલે દેવ બાર વર્ષ સુધી અંજાઈ જાય છે! દ્વારિકાના ખૂણે ખૂણે રેજ ને રેજ ધર્મની જ્યોત જળહળતી હતી, તે કયાંય એ દેવને પ્રવેશ નથી મળતો. છતાં આશામાં ને આશામાં બાર વરસ આંટા માર-માર કરે છે. આ દેવ કેટલા કષાયવાળા હશે ? કેટલો આવેશ, તેને હશે ? કે દ્વારિકા આખી બાળી નાખવાની લેશ્યાથી બાર બાર વર્ષ નગરી પર આંટા માર્યા?
તે સૂચવે છે કે “કષાયાવેશ મન-ઘરમાં ન ઘાલશે; નહિ તે તે મન બગાડીને જીવન બગાડી મૂકશે.
હવે ૧૨ વર્ષ સુધી દેવતાએ કાંઇ ન કર્યું તેથી નગરીના લોકે ભાસે જમમાં રહ્યા કે બાર બાર વર્ષ થઈ ગયાં, કાંઈ થયું નહિ, તેથી લાગે છે કે દેવતા સ્વર્ગના સુખમાં આ ભૂલી ગયા હશે. દેવતા તે કેટલો પૂંઠે પડે ? તે તે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org