________________
૧૫૫ મને ઇ-મજૂરાવામામ્ ? ભેગમાં રગને ભય છે. વૈરાગ્ય જ ભય રહિત છે. પૈસો હોય તે રાજાને ભય ને ચાર આદિને ભય લાગે, કયાં ભય નથી ? બધે ભય ભય ને ભય છે. ભય ફક્ત વૈરાગ્યમાં નથી. ભય નથી તો ભવ નથી. આમ ઉપાધ્યાયને નમતાં ભવને ભય ટળે છે. એમ ઉપાધ્યાયને નમતાં આપણે શેક ટળે છે; કારણ કે એમને નમસ્કાર કરતાં શોકનાં જે કારણે છે તે દૂર થઈ જાય, એટલે કે શેકનાં કારણ વાહિયાત લાગે.
દા. ત. કેઈનો દીકરો મરી ગયે. તે રડે છે, શેક કરે છે, તે ઉપાધ્યાયને જે એ નમે તે તે છોકરાનું મૃત્યુ અકિંચિત્કર અર્થાત્ માલ વિનાનું કરી નાખે, કેમકે ઉપાધ્યાયને નમસ્કાર કરતાં એમની પાસેથી જ્ઞાન મળે છે, તે જ્ઞાન એ પ્રકાશ આપે છે કે “આ છોકરે મર્યો તે તો ઘરે મહેમાન આવ્યો હતો તે તે ગયો. ” એવું જ્ઞાન થાય, પછી રુદન રહે નહીં,
પ્ર– આમ ઉપાધ્યાયને નમતાં જ્ઞાન મળ્યું, તે જ્ઞાનથી શેક ગયે. શક નમસ્કારથી કયાં ગયો ?
ઉ– જ્ઞાન નમસ્કાર દ્વારા જ મળ્યું છે. તેથી જ્ઞાનથી શેક ગયે એ નમસ્કારથી ગયો કહેવાય. જેમ દાનથી પુણ્ય મળે અને પુણ્યથી સ્વર્ગ મળે, ત્યાં કહેવાય કે દાનથી સ્વર્ગ મળે, અથવા ઉપાધ્યાયને ઓળખીને નમસ્કાર કરે તે સાચો નમસ્કાર છે, ઓળખાણ આ, કે ઉપાધ્યાય દિવસ ને રાત બીજાને જ્ઞાન આપવામાં મશગુલ છે. એક જ વેપાર આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org