________________
૧૩૪
“ઉપાધ્યાય તે વંદીએ ચિત–પ્રભુતા.”
જે ઉપાધ્યાય (૧) ગણી એટલે કે આચાર્યને અને (૨) ગઝન માટે સ્તંભ સમાન છે, એવા ઉપાધ્યાયને હું નિત્ય નમું છું, વળી તે “ચિત-પ્રભુતા' ચિત એટલે જ્ઞાન, એના પર પ્રભુતાવાળા છે, જ્ઞાન પર જેમને પ્રભુત્વ છે, જે સિદ્ધજ્ઞાન વાળા છે, અગાધ જ્ઞાની છે, એવા ઉપા ધ્યાયને વંદન કરીએ,
ખંતિ જૂઆ, મુત્તિ જુઆ અજ્જવ-મદવ-જુત્તાજીને
ઉપાધ્યાય ક્ષમા ચુકત હોય છે, એમણે ગુસ્સાને દેશવટો દઈ દીધો છે, કેમકે એમણે અગાધ જ્ઞાન એવું પચાવ્યું છે કે આત્માને અનંત કાળથી ચાલી આવતા અનિષ્ટ જડચેતન પરના ક્રોધ ઉકળાટ એમણે શમાવી દીધા છે. આ સમજવા જેવું છે. ઉકળાટ એ ગુસ્સે છે ને તેજીવ પ્રત્યે જ થાય એટલું જ નહિ, જડ પ્રત્યે પણ થાય. દા. ત. દાળમાં મીઠું સહેજ વધુ જ પડયું છે તે ખાતાં એના પર ઉકળાટ થાય છે, “માળી કેટલી બધી ખારી?” એમ મકાન બરાબર નથી તે વારેવારે એના પ્રત્યે દ્વેષ અરચિ અણુ ગામે થાય છે. આ બધો ક્રોધ-કષાય છે. ક્ષમા લાવવી છે તે જડ પ્રત્યે પણ સહિષ્ણુભાવ લાવવો જોઈએ, બધું બરાબરી કરીને ચાલવું જોઈએ. બધું બરાબર કેમ? તે કે બધું જ પાંચ કારણના સમવાય મુજબ થાય એ બરોબર એટલે કે નિયમસર જ ગણાય એમાં પછી ઉકળાટ શાના કરવાને ! જડ ચેતન જ બંને પ્રત્યે ઉપાધ્યાય ક્ષમાયુકત હેય છે.
ઉપાધ્યાય “મુનિ જુઆ-મુક્તિયુક્ત હોય છે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org