________________
આચાર્ય-પદ
૧૦૫ ક્ષમા-સમતા ગુણનો અનુભવ કરે છે, તે કલ્પનાથી આપણે ચિંતવવાનું કે જાણે સંગમ દેવ જેવો કોઈ આપણું પર ભયંકર મારપીટ વેદનાનો ત્રાસ વરસાવી રહી છે, ને આપણને જાણે ભયંકર પીડાને અનુભવ થઇ રહ્યો છે ! એમ ક૫વાનું. સાથે જ આપણે મનથી જાણે મહાક્ષમા રાખી રહ્યા છીએ, ઉપસર્ગ કરનાર પર માતાના જેવું હેત વરસાવી રહયા છીએ! એમ કાલ્પનિક અનુભવ કરવાને;
આવા કાલ્પનિક અનુભવ પ્રભુના બીજા ગુણે-જેવા કે અહિંસા, સરળતા, સહિષ્ણુતા, ગંભીરતા, નમ્રતા-નિરહંકારિતા, નિસ્પૃહતા વગેરેના કરવાના, મહાવીર પ્રભુ દીક્ષા લઈને નીકળ્યા છે અને ઇન્દ્ર પ્રભુને ઉપસર્ગો વગેરેની પીડા ન આવે માટે બાર વરસ સેવા આપવા આવ્યું છે, સાથે રહેવાની માગણી કરે છે. પરંતુ પ્રભુ તદ્દન નિસ્પૃહતાથી ઈન્દ્રને ના પાડી દઈ રવાના કરે છે. આપણે કલ્પનાથી આવી કઈ (મહાન સેવા, સત્તા, સન્માન, સમૃદ્વિની) આપણને ઓફર (માગણી) આવી છે, પરંતુ આપણે નિસ્પૃહતાથી એની ઘસીને ના જ પાડી દઈએ છીએ એમ ક૯પવાનું, - પ્રવે-આ બધું તો કલ્પનાશાસ્ત્ર છે, એનાથી શું ફાયદો?
ઉo-ફાયદો સુ-સંસ્કારની જમાવટ છે, ને તેથી ગુણનું બળ એ ફાયદો છે. દા.ત. આપણે ક્ષમાસમતા જાણે સાક્ષાત અનુભવી રહ્યા છીએ, એવું આપણને સચોટ લાગે પાછા આવા કાલ્પનિક અનુભવ અનેકવાર કરવાના; વારંવાર કરતા રહેવાનું મન જ એવું બનાવી દેવાનું કે એ મન કાલ્પનિક ત્રાસ અને કાપનિક ક્ષમાને અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org