________________
(जयउ सव्वण्णसासण) जं जह सुत्ते भणियं तं तहेव जइ वियालणा णत्थि ।
____किं कालियाणुओगा दिट्ठी दिट्ठीप्पहाणेहिं । સૂત્રમાં જે વાત જે રીતે હી હોય એ જ રીતે જો સ્વીકારી લેવાની હોય અને એના પર કોઈ વિચારણા-નન- ન ચ કરવાના ન હોય તો દષ્ટિપ્રધાન શ્રી જિનેશ્વર દેવોએ કાલિક સૂત્રનો અનુયોગ શા માટે દર્શાવ્યો છે?
આશય એ છે કે અનુયોગના સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના (= અસંગતિની ઉદ ભાવના કરવી) અને પ્રત્યવસ્થાન (=સમાધાન મેળવવું) એમ જે છ દ્વારો દર્શાવેલાં છે એમાં ચાલના પણ છે. સર્વજ્ઞનાં વચનોમાં શંકા કરવી એ સમ્યક ત્વનું દૂષણ છે. અને અહીં ચાલનાને કે જે જિનવચનમાં અસંગતિની શંકા ઉઠાવવા જેવી છે તેને અનુયોગના કાર રૂપે જણાવેલી છે. તો શંકા કરવી એ વિહિત છે કે નિષિદ્ધ ?
આનો જવાબ એ છે કે શંકા કરવી એ વિહિત પણ છે ને નિષિદ્ધ પણ. એ કઈ રીતે ઊઠાવાઇ રહી છે એના પર આનો આધાર છે. આને જરા વિસ્તારથી વિચારીએ.
આ પ્રકૃતિનું-ષડદવ્યમય વિશ્વનું સંચાલન ખૂબ નિયમબદ્ધ રીતે થાય છે. વિશ્વમાં ઘટતી કોઇ પણ ઘટના પાછળ એનાં ચોક્કસ કારણો હોય છે. કારણ વિના કોઇ કાર્ય થઈ શકતું નથી-થતું નથી. વિશ્વવત્સલ શ્રી તીર્થ કરદેવો પોતાના જાજવલ્યમાન કેવલજ્ઞાનમાં આ દરેક ઘટનાઓ ને તેનાં કારણો નિહાળતા હોય છે. ને એમાંથી જેટલું કહેવા યોગ્ય હોય તે ભવ્યજીવોને ઉપદેશતા હોય છે.
આ ક્રિકેટની કોમેન્ટરી જેવું છે. ક્રિકેટના ગ્રાઉન્ડ પર બોલીંગ, બેટીંગ, ફીલ્ડીંગ વગેરેની જે કાંઈ હલચલ થાય છે એને કોમેન્ટેટર કોમેન્ટેટર બોકસમાં બેસીને નિહાળે છે ને એમાંથી કહેવા યોગ્ય અંશો કોમેન્ટરીમાં કહે છે. કોમેન્ટેટર, સ્ટેડિયમમાં જેવી ઘટનાઓ જુએ છે એને અનુસરીને કોમેન્ટરી આપે છે. તે સ્વસ્વસ્થાને રહેલા શ્રોતાઓ, સ્ટેડિયમમાં થઇ રહેલા પ્રસંગોને નિહાળતા ન હોવા છતાં, કોમેન્ટેટર જે કોમેન્ટરી આપે છે તેના શબ્દો દ્વારા, તે પ્રસંગોથી માહિતગાર બને છે. શ્રોતાને કોમેન્ટેટર પર શ્રદ્ધા હોય છે ને કોમેન્ટેટરના શબ્દો જ રમતની જાણકારી માટે આધારભૂત હોય છે, માટે એ, એ શબ્દો દ્વારા મેચની જાણકારી મેળવતો રહે છે.
આ વિશ્વના સ્ટેડિયમમાં બનતા પ્રસંગોને સર્વજ્ઞ ભગવંતો નિહાળે છે ને વચનો દ્વારા વર્ણવે છે. છદ્મસ્થ શ્રોતાને આ પ્રસંગોની જાણકારી માટે સર્વજ્ઞવચનો નિર્ધાન્ત આધાર
III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org