________________
કાળની (આયામની) અપેક્ષાએ સંખ્યાતમા ભાગની હોય છે. વળી ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ અસંખ્યગુણ દલિક લઈને એ રચાય છે. એટલે પરિણામોની વધુ વિશુદ્ધિ થઇ હોવાથી પ્રદેશોદીરણા પણ અધિક થાય છે. માટે જિનનામકર્મની જઘન્ય પ્રદેશોઠીરણા આયોજિકા કરણ બાદ મળી શક્તી નથી.
પ્રશ્ન-૩૩ સમ્ય૦ મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોઠીરણા કોને હોય ?
ઉત્તર-૩૩ જેને જઘન્ય અનુભાગ ઉદીરણા હોય તેને ઉત્કૃષ્ટપ્રદેશોઠીરણા હોય એ રીતે ઘાતીકો માટે સામાન્યથી અતિદેશ કર્યો છે. ચૂર્ણિકારે વિવેચનમાં અન્ય દરેક પ્રકૃતિઓના સ્વામી દર્શાવ્યા છે. આનો સ્વામી દર્શાવ્યો જોવા મળતો નથી. કિન્તુ જઘન્ય અનુભાગ ઉદીરણા જેમ ક્ષાયિસમ્યક્ત્વ પામતી વખતે સમયાધિક આવલિકા શેષ હોય છે તેમ આ પણ ત્યારે જ જાણવી.
શંકા- કૃતકરણ થયા બાદ તો જીવના પરિણામ સંક્લિષ્ટ કે વિશુદ્ધ બન્ને થઇ શકે છે. જ્યારે કૃતકરણ થવાના પૂર્વસમય સુધી તો સમ્યમોહના સ્થિતિઘાત વગેરે ચાલુ હોવાથી એ અવશ્ય વિશુધ્ધમાન હોય છે. તેથી અનિવૃત્તિકરણના ચરમસમયે કેજ્યારે ચરમસ્થિતિઘાત થાય છે ત્યારે આ સમયાધિક આવલિકા શેષ કરતાં અધિક વિશુદ્ધિ હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશોઠીરણા હેવી જોઇએ ને ?
સમાધાન- જેમ બારમા ગુણઠાણાનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારથી સ્થિતિઘાત વગેરે બંધ પડી જાય છે. તેમ છતાં મતિજ્ઞાના૦ વગેરેની ઉત્કૃષ્ટ પ્રદેશોઠીરણા એના પૂર્વ સમયે ન કહેતાં સમયાધિક આવલિકા શેષે જ કહી છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું.
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
ઉદીરણાકરણ
www.jainelibrary.org