________________
જ હોવી કહી છે. (૩) ઉપર ઉપરની સ્થિતિઓમાં ઊંચા-ઊંચા સ્પર્ધકો હોય છે અને નીચે નીચેના સ્થિતિનિકોમાં નીચા-નીચા સ્પર્ધકો હોય છે. આવું જે માનવું પડે છે એમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થિતિનિકો તો. જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ ઉપરના જ નિકો નીચે આવી જાય છે, તો એ વખતે એના સ્પર્ધકોનો રસ સંપૂર્ણતયા શેનાથી હીન થઇ જાય ? (જી નિદ્રાદ્ધિનો જઘન્ય સ્થિતિસકમ (કે જે સ્થિતિઅપવર્તના સ્વરૂપ છે તે) ૧૨માનો કાળ આવલિકાના અસંખ્યમા ભાગથી અધિક ૨ આવલિકા શેષ હોય ત્યારે કયો છે, એટલે કે ત્યારબાદ એની સ્થિતિઅપવર્તના પણ હોતી નથી. જયારે જઘન્યસસંક્રમ (કે જે રસઅપવર્તના સ્વરૂપ છે તે) સમયાધિકાવલિકાશે કહ્યો છે. એટલે ચિરમઆવલિકામાં તેમજ એ પૂર્વે આવલિકાના અસંખ્યમા ભાગ જેટલા કાળમાં રસઅપવર્તના હોય છે પણ સ્થિતિઅપવર્તના હોતી નથી. (૫) રસની ઉદ્વર્તન અને અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ તુલ્ય કહ્યો છે જ્યારે સ્થિતિની ઉદવર્તના (આવલિકા/a) અને અપવર્તના (સમયાધિક ૧/૩ આવલિકા) માં તે ભિન્ન ભિન્ન કર્યો છે. (૬) અપૂર્વકરણે સ્થિતિઘાત-રસઘાત વગેરે અપૂર્વ ચાલુ થાય છે. એમાં પ્રથમરસઘાત થાય છે અને અનંતબહુભાગ રસ ખંડાઇ જાય છે. ( આ વ્યાઘાતભાવિની રસઅપવર્તન જ હોય છે.) આ અનંતબહુભાગ રસ ઉપરના જેટલા સ્થિતિનિકોમાં હોય એવું પણ બધું દલિક ખાલી થઈ જવું જોઈએ, કારણકે આ નિકોમાં, અવશિષ્ટ રહેનાર અનંતમા ભાગના રસ સ્પર્ધકો તો હોતા નથી. તેથી આ એક રસઘાત પૂર્ણ થાય એટલે એ રસસ્પદ્ધક વાળા નિકોની સ્થિતિ પણ હણાઈ જાય એમ માનવું પડે જે યોગ્ય નથી, કારણકે સ્થિતિઘાત તો. હજારો રસઘાત થાય ત્યારે થાય છે. એક રસઘાતમાં ઉપલો એક નિષેક પણ સંપૂર્ણતયા ખાલી થતો નથી. માટે સ્થિતિને સાપેક્ષ રીતે રસની ઉદ્દવર્તના અપવર્તના માનવા કરતાં સ્થિતિને નિરપેક્ષપણે જ એ માનવી યોગ્ય છે. એટલે કે, જુદીજુદીસ્થિતિ પરિણામવાળા દલિકોના જથ્થા કંઈ જુદા જુદા આત્મપ્રદેશો પર હોય છે એવું ન હોવા છતાં જેમ નિકોની લ્પના કરી એ જુદાજુદા માની સ્થિતિની ઉદ્દવર્તના અપવર્તનાને
૧૨૩
- ઉના -અપવર્તનાકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org