________________
તો હવામાં બાચકા જ ભરવાનું થાય કે બીજું કાંઈ? “ બરફ પાણી કરતાં ઠંડો હોવાથી ભારે હોવો જોઈએ ને ડૂબવો જોઈએ એવું જ સ્વવિષયભૂત નિયમ જણાવતો હોવાથી, બરફ તરવાની વાત તો અસત્ય જ લાગે ને?ને છતાં, અમુક હદ પછી નિયમનું વપરીત્ય થઇ જતું હોવાના કારણે એ સત્ય જ છે ને... આવું જ અન્ય બાબતોમાં પણ બની શકે છે. એટલે અતીન્દિય વગેરે તત્વો અંગેનાં અમુક શાસ્ત્રવચનો વગેરે દ્વારા અમુક પ્રકારનો નિયમ હોવાનો નિર્ણય થયો હોય, ને બીજા શાસ્ત્રવચનો દ્વારા થયેલું પ્રતિપાદન આ નિયમથી વિપરીત જતું દેખાતું હોય તો પણ સર્વાવચનોને અસત્ય જાહેર કરી દેવાનું આંધળું સાહસ કરવું ન જોઈએ. આજે વિજ્ઞાન પણ પહેલાં અમુક નિયમ બાંધે છે, પછી એનાથી જુદા પ્રકારનું કંઇક જોવા મળે છે એટલે વધારે સંશોધનો-વિચારણાઓ કરે છે ને તારવણી કાઢે છે કે પહેલાં બાંધેલો નિયમ અમુક મર્યાદા સુધી હતો, ક્ષિતિજો જ્યારે વધારે વિસ્તરી ત્યારે એ નિયમ જુદા પ્રકારનો ભાસે છે, ઇત્યાદિ.ને વિજ્ઞાન વધુને વધુ સુક્ષ્મ પ્રયોગોના આધારે નિયમો બદલ્યા કરે છે. જ્યારે સર્વાને તો બધું જ પહેલે થી જ્ઞાત છે. એટલે ક્યારેક જુદી જુદી મર્યાદામાં રહેલા પદાર્થો અંગે નિયમ બદલાતો હોવાથી પ્રતિપાદન જુદું જુદું પણ મળી શકે.
આમ, શ્રદ્ધાનું મજબુત કવચ ધારણ કરીને, શાસ્ત્રવચનો પર પ્રશ્નો ઉઠાવવા ને એનાં સમાધાનો મેળવવા પ્રયાસ કરવો એ વિહિત છે એમ નિશ્ચિત થયું.
• કમ્મપયડી એ કર્મ અંગેની અનેક અતીન્દ્રિય પ્રક્રિયાઓનું સચોટ પ્રતિપાદન કરનાર અદ્ભુત ગ્રન્થ છે. એમાં કરેલાં અનેક વિધાનો અંગે જાતજાતના પ્રશ્નો ઊઠાવી એના સમાધાન મેળવવાનો પ્રયાસ કર્યો. વર્તમાનકાળે કર્મવિષયમાં શિરમોર જ્ઞાતા સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ આ ભગવંત શ્રીમદ વિજ્યજયઘોષસૂરીશ્વરજી મહારાજાનું મને પરમ શ્રદ્ધેય માર્ગદર્શન અને પીઠબળ મળ્યું છે. આ રીતે પ્રશ્નો ઉઠાવ્યા કરવા... શાસ્ત્રવચનોને હેતુવાદની કસોટીએ ચઢાવવાને એના સમાધાન મેળવવા..' હું આ કોઈ આત્મઘાતક પ્રવૃત્તિ કરી રહ્યો નથી ને? એનો અભાન નિર્ણય મેળવવાનું સ્થાન તેઓ જ હતા. સદાબહાર સૂક્ષ્મ લયોપશમ, સંખ્યાબંધ ગ્રન્થોની આપણા જેવાને તો હરત પમાડી દે એવી કપ્યુટરશી ઉપસ્થિતિ (જ્યારે પૂછો ત્યારે “ક્વાણા પુસ્તકમાં જોઈ લ્યો રેફરંસ સાથે જવાબ લગભગ તૈયાર), શાસ્ત્રવચનોના વિશાળ સમુદમાંથી ક્યારે શું વચનરત્ન ઉપાડવું એનો અત્યંત ઋર્તિમય ઉપયોગ, કલ્પના પણ ન હોય કે આ વિવલિત પ્રશ્નનો ઉત્તર, એ પ્રશ્નના વિષય સાથે કોઈ સીધો સંબંધ ધરાવતું ન હોવા રૂપે પ્રતીત થયેલા દૂરનાં કોક પ્રકરણના અમુક શાસ્ત્રવચન પરથી મળી શકે, એવા શાસ્ત્રવચનનું સ્ટેપ બાય સ્ટેપ રહસ્ય સમજાવતાં સમજાવતાં તેઓશ્રી વિવણિત પ્રશ્નના ઉત્તર સુધી પહોંચાડી દે ત્યારે ખરેખર ! આંખો પહોળી થઈ જાય, તેઓ શ્રીમદ્ ના જબરદસ્ત
LX
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org