________________
વિધ્યાતસંક્રમ સાતમા ગુણઠાણા સુધી જ કહ્યો છે અને શ્રેણિમાં પ્રશસ્ત અબધ્યમાન પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ કહ્યો છે.) તત્વ કેવલિગમ્યમ. આતપ માટે પણ આવી વિચારણા થઇ શકે છે.
પ્રશ્ન- ૪૮ હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો જઘન્યપ્રદેશસંક્રમ કોને હોય ? ઉત્તર- ૪૮ ક્ષપિતકર્માશ ક્ષેપકને ૮ મા ગુણઠાણાના અંતસમયે (બંધવિચ્છેદે) જઘન્યપ્રદેશસંક્રમ હોવો કહ્યો છે. ૮ મા ગુણઠાણાની પ્રથમાવલિકાના ચરમસમયે કેમ કહ્યો નથી એ સમજાતું નથી. આશય એ છે કે પંચેન્દ્રિય જાતિ વગેરે શુભ પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશસંક્રમ ૮ માની પ્રથમાવલિકાના ચરમસમયે જે કહ્યો છે તે ૧૮ આ કારણથી કે આ બધ્યમાન પ્રકૃતિઓમાં ૮ માના પ્રથમ સમયથી જ અશુભ અબધ્યમાન પ્રકૃત્તિઓ ગુણસંક્રમથી આવવા માંડવાથી એ પુષ્ટ થવા માંડે છે જેથી સંક્રમાવલિકા બાદ એમાંથી પણ દલિકોનો સંક્રમ થવાથી જઘન્ય મળી શકે નહી. આ જ દલીલ પ્રસ્તુતમાં પણ કામ કરે છે, માટે હાસ્યાદિ ૪ નો પણ ૮ માની પ્રથમાવલિકાના અંતસમયે જઘન્ય પ્રદેશસંક્રમ હેવો તર્કથી ઉચિત લાગેછે. આ જ રીતે નિદ્રાદુિક માટે પણ પ્રથમાવલિકાના ચરમસમયે યોગ્ય લાગે છે. તત્ત્વ કેવલિગમ્ય છે.
પંચેન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ માટે ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાનો નિષેધ કર્યો છે તે હાસ્યાદિ માટે આવશ્યક નથી.. કારણકે પંચેન્દ્રિય જાતિ વગેરે તો શુભ હોવાથી બંધવિચ્છેદ બાદ પણ એનો ગુણસંક્રમ ન હોવાથી ગુણસંક્રમ દ્વારા થનાર પ્રચુર પ્રદેશહાનિ થાય નહી. જ્યારે બંધકાળ દરમ્યાન અન્ય અશુભપ્રકૃતિઓના ગુણસંક્રમથી એ પુષ્ટ ઘણી થઇ જાય છે. પણ હાસ્યાદિ તો અશુભ હોવાથી એનો ગુણસંક્રમ થવાથી એની પ્રચુર પ્રદેશહાનિ થાય છે. જો કે ૮ મા ગુણઠણાનો કાળ નવમાના કાળ કરતાં સંખ્યાતગુણ છે, એટલે ગુણસંક્રમથી અન્યપ્રકૃતિનું આવનાર દલિક સંખ્યાતગુણ કાળ માટે આવે છે અને એનું દલિક ગુણસંક્રમથી પુ૦ વેઠાદિમાં જે જાય છે તે સંખ્યાતગુણહીનકાળ માટે જાય છે, એટલે આવક-જાવકમાંથી કોણ વધે એનો નિર્ણય કરવો આવશ્યક છે. જાવકનો કાળ સંખ્યાતગુણહીન હોવા છતાં વિશુદ્ધિ અનંતગુણ-અનંતગુણ વધતી જતી હોવાથી ગુણસંક્રમ અધિક દલિકોનો થવાથી જાવક જ વધુ હોય છે. એટલે જ હાસ્યાદિ ૬ ની ઉત્કૃષ્ટપ્રદેશસત્તાના અધિકારમાં ૪ વાર ઉપશમશ્રેણિ કહી નથી, જ્યારે જઘન્યપ્રદેશસત્તાના અધિકારમાં કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી
-
Jain Education International
For Private & Personal Use Only
૧૦૧
www.jainelibrary.org