________________
હોય કે અશુભ, કવાય જેમ વધુ, તેમ સ્થિતિબંધ અધિક થાય છે. વિશુદ્ધિમાં સ્થિતિની અપવર્તન અને ઉદીરણા અધિક થાય છે એ પણ આ વાતનું સૂચન કરે છે. પ્રશ્ન-૪૩ સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અધિકારમાં વચ્ચે યુગલિક ભવ લીધો છે એમાં એ કારણ આપ્યું છે કે એને નપું વેદનો બંધ ન હોવાથી સંખ્યાતબહુભાગ કાળ સુધી સ્ત્રીવેદ જ બંધાયા કરે છે. જો દેવભવ લેવામાં આવે તો સંખ્યાતબહુભાગ કાળ માટે નપું વેદ જ બંધાવાથી સ્ત્રીવેદ સંખ્યાતમા ભાગના કાળ માટે જ બંધાવાથી યુગલિકમાં થતી પુષ્ટિ કરતાં સંખ્યાતમા ભાગ જેટલી જ પુષ્ટિ થાય. પણ આની સામે એમ ન કહી શકાય કે- યુગલિકના ઉત્કૃષ્ટ યોગ કરતાં દેવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ હોવાથી સંખ્યામા ભાગના કાળમાં પણ અસંખ્યગુણ પુષ્ટિ થઇ શકશે. ઉત્તર- ૪૩ આના સમાધાન માટે આવું વિચારી શકાય કે યુગલિક કરતાં દેવ વગેરેનો યોગ અસંખ્યગુણ જે કહ્યો છે તે ઉત્કૃષ્ટ યોગ માટે હોય, સામાન્ય રીતે સરખો યોગ હોય.. અથવા.. જેમ સ્ત્રીવેદ બંધાય છે તેમ એનો યથાપ્રવૃત્તસકમ પણ ચાલુ હોય છે. યથાપ્રવૃતસંક્રમ યોગને અનુસરે છે. તેથી દેવાદિ ભાવમાં વધારે યોગથી જેમ સ્ત્રીવેદવધુ પુષ્ટ થાય છે એમ અન્યવેદ બંધકાળે યથાપ્રવૃત્તસકમથી સંક્રમી પણ વધુ જાય છે, તેથી એકંદરે યુગલિક જેવી પુષ્ટિ ન થાય.. આ કે આવું અન્ય કોઇ કારણ હશે કે જેથી યુગલિભવ કહ્યો છે. અન્ય એક મત તો યુગલિકોને પણ ઉત્કૃષ્ટ યોગ માનેલ છે. એટલે એ મતે આ પ્રશ્ન જ રહેતો નથી. પ્રશ્ન-૪ પુ. વેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંકમમાં નપું. અને સ્ત્રીવેદને પુષ્ટ કરવાનું શા માટે કહ્યું છે? એના કરતાં એટલો કાળ સમ્યક્ત પળાવી પુ. વેદને જ પુષ્ટ કરવાનું શા માટે નહીં ? ઉત્તર-૪ નપું વેદ અને સ્ત્રીવેદમાં જે દલિકોની પુષ્ટિ થઇ હોય છે એનો અસંખ્યબહુભાગ તો ક્ષપકશ્રેણિમાં ગુણ-સર્વસંક્રમ દ્વારા પુ. વેદને જ મળવાનો હોય છે, એટલે આ બે વેદને પુષ્ટ કરવામાં પણ એટલી કોઇ મોટી હાનિ નથી. જ્યારે પુત્રવેદને જ પુષ્ટ કરવા સમ્યક્ત જાળવી રાખવામાં આવેતો, સમ્યજ્યકાળ માં મિથ્યાત્વી કરતાં વિશુદ્ધિ હોવાથી (૧) અપવર્તના- ઉદીરણા વધુ થાય છે અને ઉદ્વર્તના ઓછી થાય છે, તેથી વધુ દલિકો ખપી જાય.. અને (૨) સ્થિતિબંધ ઓછો થવાથી નીચે નીચેના નિકો વધુ પુષ્ટ બને જે સ્વ-સ્વઉદયકાળ ભોગવાઇ જવાથી ૯૯
સંકમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org