________________
સંક્રમકરણ
અનાદિ મિથ્યાત્વીને ૨૬નું સત્તાસ્થાન અને ૨૨નું બંધસ્થાન અનાદિ હોય છે. એમાંથી મિથ્યાત્વમાં કોઇ પ્રકૃતિ સંક્રમતી નથી, તેમજ એ પણ કશામાં સંક્રમતું નથી, કારણકે દર્શનમોહ-ચારિત્રમોહનું પરસ્પર સંક્રમણ નથી અને ૧લે મિથ્યાત્વનું સંક્રમણ હોતું નથી. તેથી ૨૫નું સંક્રમસ્થાન અને ૨૧નું પતગ્રહસ્થાન આવા જીવોને અનાદિ મળે છે. અભવ્યાદિને અનંત હોય છે. સમ્યક્ત્વાદિ પામનારને સાન્ત અને સમ્યક્ત્વપતિતને પછી (સમ્ય૰મિશ્ર ઉવેલાયા બાદ) સાદિ મળે છે. આમ ૨૧માં ૨૫નો ભાંગો ચારે પ્રકારે મળે છે. શેષ સંક્રમસ્થાનો અને પતહસ્થાનો સાદિ-સાન્ત બે ભાંગે જ હોય છે.
૮૬
હવે આ સંક્રમસ્થાનો અને પતગ્રહસ્થાનોનો થોડા વિસ્તારથી વિચાર કરવો છે. એ પહેલાં નીચેના મુદ્દા ખ્યાલમાં રાખી લેવા.
* X = ક્ષપકને, UX = ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમ શ્રેણિમાં અને
UU = ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં....... B=સમયન્યૂન બે આવલિકા. * મિથ્યાત્વમોહનીય વગેરેનો સંક્રમવિચ્છેદ, સત્તાવિચ્છેદ થવા પૂર્વે ૧ આવલિકાએ થઈ જાય છે. છેલ્લી આવલિકા સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. પણ તેનો સંક્રમકરણમાં સમાવેશ નથી. તેથી એ એક આવલિકા માટે સત્તા હોવા છતાં સંક્રમ હોતો નથી. ૧ લે ગુણઠાણે સમ્ય૦ મિશ્ર માટે ઉદ્દેલનથી આ પ્રમાણે જાણવું.
* શ્રેણિમાં એ નિયમ છે કે પુરુષવેદ કે સંજ્વન્ક્રોધાદિનો જ્યાં જ્યાં બંધોદયવિચ્છેદ હોય ત્યારે ત્યારે તે તે પ્રકૃતિના નવા બંધાયેલા દલિકો સિવાય કોઈ દલિયા સત્તામાં હોવા ન જોઈએ. (કે ઉપશમ શ્રેણિ માટે અનુપશાંત ન હોવા જોઈએ.) તેથી અસકલ્પનાથી.... ૪ સમયની આવલિકા અને ૨૦માં સમયે પુગ્વેદનો બંધવિચ્છેદ હોય તો ૧૩માં સમયે પુરુષવેદમાં સંક્રમેલા દલિકો માટે ૧. ૨૦મા સમયે પુર્વેદનો ચરમબંધ છે. નિશ્ચયનયે આ જ સમયે બંધવિચ્છેદ કહેવાય છે જ્યારે વ્યવહા૨નયે ૨૧મા સમયે બંધવિચ્છેદ કહેવાય છે. જો આ વ્યવહારનયે અધિકૃત નિયમનો અસત્કલ્પનાની સહાયથી વિચાર કરવો હોય તો - ૧૪મા સમયે સંક્રમતા દલિક માટે ૧૪, ૧૫, ૧૬, ૧૭ સંક્રમાવલિકા, ૧૮ થી ૨૧મા સમય સુધીમાં સંક્રમ થશે. પણ વ્યવહારનય ‘સંક્રમ્યમાર્ણ સંક્રાન્ત’ માનતો નથી, એટલે ૨૧ મા સમયે એ સંક્રાન્ત કહેવાતું નથી (૨૨મા સમયે કહેવાય). તેથી એની સત્તા માનવી પડવાથી ઉક્તનિયમનો ભંગ થાય. તેથી ૧૪ થી ૨૦ સમયોમાં સંક્રમ માની શકાતો નથી... પણ બંધાવલિકા વગેરેની ગણતરીમાં સામાન્યથી બંધસમય સહિતની આવલિકા ગણાય છે આ નિશ્ચયનય છે, તેમજ આવી બાબતોમાં ‘સંક્રમ્યમાર્ણ સંક્રાન્ત’ વગેરે ન્યાયને મુખ્ય કરાય છે તેથી અહીં નિશ્ચયનયે જણાવ્યું છે.
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org