________________
સંક્રમકરણ
જેનું સંક્રમણ થાય છે તે સંક્રમ્યમાણ કહેવાય છે. વિવક્ષિતકાળે સંક્રમ્ય માણ સર્વ પ્રકૃતિઓની વિવેક્ષા હોય તો એ પ્રકૃતિસ્થાનસંક્રમ કહેવાય છે. અને એમાંની એક જ પ્રકૃતિના સંક્રમની વિવેક્ષા હોય ત્યારે એ પ્રકૃતિસંક્રમ કહેવાય છે. સંક્રમ્સમાણનો જેમાં સંક્રમ થાય છે તે પતટ્ઠહ કહેવાય છે. પતઘ્રહ તરીકે એક જ પ્રકૃતિની વિરક્ષા હોય તો એ પ્રકૃતિપતટ્ઠહ કહેવાય છે અને સંભવિત બધા પતઘ્રહની વિવેક્ષા હોય તો એ પ્રકૃતિસ્થાનપતટ્ઠહ કહેવાય છે.
આ સંક્રમણના ૪ પ્રકાર છે - પ્રકૃતિસંક્રમ, સ્થિતિસંક્રમ, રસસંક્રમ અને પ્રદેશસંક્રમ.
(૧) પ્રકૃતિસંક્રમ- સામાન્યથી સત્તાગત બધી પ્રવૃતિઓનું બધ્યમાન બધી પ્રકૃતિઓમાં સંક્રમણ થાય છે. તેમ છતાં નીચેના મુદાઓ (નિયમો અને અપવાદો) જાણવા(૧) મૂળપ્રકૃતિઓનું પરસ્પર સંક્રમણ નથી. (૨) દર્શનમોહનીય-ચારિત્રમોહનીયનું પરસ્પર સંક્રમણ નથી. છતાં, સિદ્ધાન્તના મતે
ક્ષપકને અનંતા ના છેલ્લા દલિયાઓનો મિથ્યાત્વમોહમાં અને સમ્યમોહનો ૮
કષાયમાં સંક્રમ માન્યો છે. (૩) ૪ આયુનું પરસ્પર સંક્રમણ નથી. (૪) બંધાવલિકા, ઉદયાવલિકા, સંક્રમણાવલિકા અને ઉદ્વર્તનાવલિકામાં સંક્રમણ થતું
નથી, તેથી જ, સત્તાવિચ્છેદ બાદ નવો બંધ થાય ત્યારે એક આવલિકા સુધી (એ બંધાવલિકા હોવાથી) સંક્રમ થતો નથી.
૧. આમાંથી ઉદયાવલિકા નિષેકો સ્વરૂપ છે જ્યારે શેષ ૩ કાળ સ્વરૂપ છે. જે સમયે જે
દલિકોનો બંધ-સંક્રમણ કે ઉદ્વર્તન થયું હોય તે સમય સહિતની એક આવલિકા જેટલા કાળમાં તે દલિકોનું સંક્રમણ વગેરે થતું નથી, પછી ભલે ને તે દલિકો ગમે તે નિષેકમાં રહ્યા હોય. ઉદયસમયસહિતની ૧ આવલિકા જેટલા કાળમાં ક્રમશઃ ઉદય પામનારા જે નિષેકો ઉદયસમયે પણ વિદ્યમાન છે તેને ઉદયાવલિકા કહેવાય છે. એટલે કે નિષકોની એક લીટીમાં સ્થાપના કરવામાં આવી હોય તો ઉદયસમયસહિત ૧ આવલિકા જેટલા આયામ (તે સ્થિતિલતાની લંબાઈ) માં જે નિષેકો આવે તેને ઉદયાવલિકા કહેવાય છે. આ નિષેકોમાં રહેલ દલિકોનું પણ સંક્રમણવગેરે થતું નથી, પછી ભલે ને તે દલિકની બંધાવલિકા વગેરે વીતી પણ ગયા હોય. આ જ કારણસર આગળ સ્થિતિસંક્રમ વગેરેમાં બંધાવલિકા વગેરે છોડવા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org