________________
આ સંકલન કરવાની ભાવના વર્ષો પૂર્વેથી હતી અને એનો પ્રારંભ પણ કરેલો, પણ અન્યાન્ય કાર્ય વગેરે કારણોએ એ કાર્ય અટકી ગયેલું. તપસ્વી મુનિરાજશ્રી દિવ્યરત્નવિજયજી અને મુનિરાજશ્રી અજિતશેખરવિજયજીના સૂચને ઉપક્રમ કર્યો અને આ સંકલના શ્રીસંઘના કરકમલમાં મૂકવા હું સફળ થયો છું. આ સંકલનાને ત્રણ વિભાગમાં વહેંચી નાંખવાની ગણતરીથી આ પ્રથમ વિભાગ પ્રકશિત થઈ રહ્યો છે. પ્રથમ વિભાગમાં બંધનકરણ, સંક્રમકરણ, ઉદ્વર્તન અને અપવર્તનાનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજા વિભાગમાં ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિદ્ધત્તિ, નિકાચના તેમજ ઉદય અને સત્તા... આ અધિકારોનો સમાવેશ કરવાની ગણતરી છે. તથા એના પરિશિષ્ટ તરીકે ક્ષપકશ્રેણિનું કંઈક વિસ્તૃત સ્વરૂપ સમાવિષ્ટ કરવાની ભાવના છે. આમ કમ્મપયડી મહાગ્રન્થના પદાર્થો આ બે ભાગમાં આવી જાય છે. ત્રીજા ભાગમાં આ જ પદાર્થો અંગેના અનેક પ્રશ્નો ઊઠાવી એના ઉત્તરો રજુ કરાયા છે જેનાથી આ પદાર્થો અને એના રહસ્યો વિશેષતયા સ્પષ્ટ થશે એવી ધારણા છે. પ્રથમ બે ભાગનું અવગાહન કરનાર દરેક જિજ્ઞાસુને આ ત્રીજા ભાગનું અવગાહન કરવા ખાસ ભલામણ છે. એના વિના કમ્મપયડી મહાગ્રન્થનો અભ્યાસ અધૂરો રહેશે એવી મારી કલ્પના છે.
આ પ્રથમ વિભાગમાં સમાવિષ્ટ ઉદ્વર્તન અંગે એક સ્પષ્ટતા : સ્થિતિની ઉદ્ધનાનું જે નિરૂપણ આ સંકલનામાં કરવામાં આવ્યું છે તે પાઠકોને અને અભ્યાસકોને કદાચ સાવ નવું જ લાગે. તેમ છતાં એ શાસ્ત્રાધારશન્ય નથી, એ પ્રત્યેક વિદ્વાનને ખ્યાલમાં લેવા માટે નમ્ર ભલામણ છે. આ સંકલના તૈયાર કરતી વખતે ચૂર્ણિના એક મહત્ત્વના વાક્ય અને ટીપ્પણ પરથી પદાર્થ આવો હોવાની ફુરણા થયેલી. એટલે એ મુજબ લખાણ તૈયાર કરી, વર્તમાન સંઘમાં કર્મવિષયક બોધમાં જેઓનું સ્થાન ટોચનું ગણાય છે તે સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયજયઘોષસૂરિ મહારાજ પર સંશોધનાર્થ મોકલ્યું. તેઓશ્રીએ એ લખાણને માન્ય કર્યું. ત્યારબાદ કષાયમામૃત ચૂર્ણિનો અમુક અધિકાર વાંચવાના અવસરે એમાં પણ એ જ પદાર્થ જાણવા મળ્યો. એટલે સ્વમનીષાકલ્પિત કાંઈ જ નથી એનો મને નિઃશંક નિર્ણય છે. વળી આનાથી જુદી રીતે પદાર્થ માનવામાં અમુક પ્રશ્નો પણ ખડા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org