________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૪૫
પ્રથમના ૪ સમયભાવી સ્થાનોનું અંતિમસ્થાન અનંતભાગવૃદ્ધિનું એવું મીંડું છે કે જે મીંડાસાથે ચાલુ ષસ્થાનક પૂર્ણ થાય છે, અને પછી પાંચ સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાનથી નવું ષસ્થાનક શરુ થાય છે. આ જ રીતે પાંચ સમયભાવી સ્થાનોનું ચરમસ્થાન અનંતભાગવૃદ્ધિનું એવું મીંડુ હોય છે કે, જેના પછી આવતા ૬ સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાનથી નવું સ્થાનક શરુ થાય છે. આમ સર્વત્ર જાણવું. નવા પસ્થાનકનું પ્રથમ સ્થાન પૂર્વ ષસ્થાનકના ચરમસ્થાનથી અનંતગુણવૃદ્ધ હોય છે. તેમ છતાં, એ પ્રથમ સ્થાન હોવાથી એવી વિશેષ પરિભાષાના કારણે અનંતભાગવૃદ્ધ કહેવાય છે એ જાણવું.
૮ સમયભાવી સ્થાનો અલ્પ છે, એના કરતાં ૭ સમયભાવી બન્ને બાજુના સ્થાનો અસગુણ છે ઇત્યાદિ અલ્પબદુત્વ યોગસ્થાનો પ્રમાણે જાણવું. (૧૨) યવમધ્યમ– ૮ સમયના સ્થાનોને યવમધ્યમ કહેવાય છે. (૧૩) ઓજોયુ– એકી રકમ જ કહેવાય છે, બેકી રકમ યુગ્મ કહેવાય છે. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ૦ રહે તે કૃતયુગ્મ કહેવાય. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ૩ રહે તે વ્યોજ કહેવાય. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ર રહે તે દ્વાપરયુગ્મ કહેવાય. જે રાશિને ૪ વડે ભાગતાં શેષ ૧ રહે તે કલ્યોજ કહેવાય.
અવિભાગ, રસસ્થાનો, કંડક વગેરે કૃતયુગ્મ પ્રકારની રાશિઓ છે. (૧૪) પર્યવસાન- તે તે ષસ્થાનકના સૌથી અંતિમસ્થાનને પર્યવસાન કહે છે. તે
અનંતભાગવૃદ્ધિનું (મીં) હોય છે. (૧૫) અલ્પબદુત્વ- અનંતરોપનિધા- પૂર્વ પૂર્વના સ્થાનની અપેક્ષાએ તે તે સ્થાન
જે પ્રકારની વૃદ્ધિવાળું હોય તેની અપેક્ષાએ અલ્પબદુત્વ.
(ષસ્થાનકની પ્રરૂપણામાં આ જ પ્રકારની વિવેક્ષા છે.) ૧. આનો અર્થ એ થયો કે ૪ વગેરે દરેક સમયભાવી સ્થાનોનું અંતિમ સ્થાન મીંડું છે અને
૫ વગેરે દરેક સમયભાવી સ્થાનોનું પ્રથમ સ્થાન નવા ષસ્થાનકનું પ્રથમ સ્થાન છે. તેથી નીચેના ૪ સમયભાવી કોઈપણ સ્થાન કરતાં ૫ સમયભાવીનું કોઈપણ સ્થાન અનંતગુણવૃદ્ધિનું થશે, કેમકે પ્રથમ સ્થાન અનંતગણવૃદ્ધિવાળું છે તો એ પછીના બધા જ એવા થઈ જશે. આ જ પ્રમાણે ઉત્તરોત્તર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org