________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
ત્યારબાદ પ્રથમવશૂન્ય વર્ગણાઓ આવે છે. આ વિશ્વ આ વર્ગણાઓથી હંમેશા શૂન્ય હોય છે, એટલે કે આ વર્ગણાઓ ત્રણે ય કાળમાં ક્યારેય હોતી નથી. તેમ છતાં આગળ આગળ જે વર્ગણાઓ મળે છે તે કેટલી મોટી હોય છે એની કંઈક કલ્પના આવી શકે એ માટે આ વર્ગણાઓની કલ્પના કરીને પ્રરૂપણા માત્ર કરવામાં આવે છે. આમાં જઘ૦ કરતાં ઉત્કૃ૰ ધ્રુવાચિત્ત મુજબ જાણવું.
પ્રત્યેકશરીરવર્ગણા—
ત્યારબાદ જે વર્ગણાઓ આવે છે તેના સ્કંધો, પ્રત્યેક નામકર્મના ઉદયવાળા જીવોને સત્તામાં રહેલ ઔદારિકશરીરનામકર્મ વગેરે યથાસંભવ પાંચ શરીરનામ કર્મના પુદ્ગલોને વિસસાપરિણામથી આશ્રીને રહ્યા હોય છે. માટે આને પ્રત્યેક શરીર વર્ગણા કહે છે. આ વર્ગણાઓને રહેવામાં જીવ પોતે કોઈ ભાગ ભજવતો નથી, પણ જ્યારે શરીનામકર્મના દલિકો વધુ હોય ત્યારે વધુ વર્ગણાઓ આશ્રીને રહે છે અને જ્યારે એ દલિકો ઓછા હોય ત્યારે ઓછી વર્ગણાઓ આશ્રીને રહે છે, વળી દલિકોનું ઓછાવત્તાપણું યોગને આશ્રીને રહ્યું છે. તેથી એમ કહેવાય કે, જધ૦ યોગ કરતાં ઉત્કૃ યોગ અસંખ્યગુણ (ગુણક– સૂ॰ ક્ષેત્રપલ્યોનો અસં॰મો ભાગ) હોવાથી આ વર્ગણામાં સ્વજધ॰ થી ઉત્કૃષ્ટ પણ એટલું જ અસં૦ ગુણ હોય છે. આમ તો આમાં તથાલોકસ્વભાવ કદાચ મુખ્ય હેતુ હોય, કારણકે વિસસાપરિણામથી આ વર્ગણાઓ રહે છે. દ્વિતીય ધ્રુવશૂન્યવર્ગણા
પ્રત્યેક શરીરની ઉત્કૃષ્ટવર્ગણા બાદ પ્રથમવશૂન્ય જેવી આ કાલ્પનિક વર્ગણાઓ આવે છે. આ જ પ્રમાણે બાદર નિગોદવર્ગણાઓ પછી તૃતીયવશૂન્ય અને સૂક્ષ્મનિગોદવર્ગણાઓ પછી ચતુર્થધ્રુવશૂન્ય વર્ગણાઓ આવે છે. આ ત્રણેયમાં જધ૦ કરતાં ઉત્કૃ॰ અસં૰ગુણ છે. દ્વિતીયમાં અસંશ્લોક એ ગુણક છે. તૃતીયમાં- અંગુલના અસંમાં ભાગના આકાશપ્રદેશોનું વર્ગમૂળ કરવું, એનું પાછું વર્ગમૂળ કરવું, પાછું એનું
૧૫
આવું ક્યારેય બનતું નથી આટલો ખ્યાલ રાખવો. ૧ અબજ ૧-થી ૧૦૦ અબજ સુધી પ્રથમ ધ્રુવશૂન્ય વર્ગણાઓ છે. એટલે કે ૧ અબજ-૧, ૧ અબજ-૨, ૧ અબજ ૩ એમ યાવત્ ૧૦૦ અબજ પરમાણુઓ ભેગા થઈને ક્યારેય કોઈ સ્કંધ બનતો જ નથી. આટલા પરમાણુઓ ભેગા થઈને સ્કંધ બની શકે એવી યોગ્યતા જ તથાલોકસ્વભાવે હોતી નથી. ૧ કરોડ થી ૧ અબજ સુધીના સ્કંધો ક્યારેક હોય ક્યારેક ન હોય, જ્યારે આ તો ક્યારેય હોતા નથી. ત્યારબાદ ૧૦૦ અબજ ૧ વગેરે પરમાણુઓથી બનેલા સ્કંધો પાછા વિદ્યમાન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org