________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
(૯) કાળ– દરેક જીવો સ્વપ્રાયોગ્ય યોગસ્થાનકો પર અપર્યાપ્ત અવસ્થામાં તો એક એક સમય જ રહે છે. કારણ કે બીજા સમયે અવશ્ય અસંખ્ય ગુણવૃદ્ધિવાળા યોગસ્થાનકપર જાય છે. પણ પર્યાપ્ત અવસ્થામાં એ, એક યોગસ્થાનક પર અધિક સમય પણ રહે છે. ઉત્કૃષ્ટથી કેટલા સમય તે તે યોગસ્થાનક ૫૨ જીવ નિરંતર રહી શકે એની આ દ્વારમાં પ્રરૂપણા છે. પોતાના પર્યાપ્તઅવસ્થાભાવી જઘ॰ યોગસ્થાનકથી લઈ સૂચિ શ્રેણિના અસંમા ભાગ સુધીના કોઈપણ યોગસ્થાનક પર જીવ વધુમાં વધુ ૪ સમય રહી શકે છે. પછી ઉત્તરોત્તર સૂચિ શ્રેણિના અસંમા ભાગ જેટલા જેટલા યોગસ્થાનોપર ક્રમશઃ ઉત્કૃષ્ટથી ૫, ૬, ૭, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨ સમય સુધી રહી શકે છે. એટલે સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ તરફના યોગસ્થાનકો પર જીવ વધુમાં વધુ બે સમય રહી શકે છે, પછી અવશ્ય યોગસ્થાનક બદલાય. વળી આ ઉત્કૃષ્ટથી ૪, ૫, ૬ વગેરે સમયના અવસ્થાનની યોગ્યતાવાળા યોગસ્થાનો સૂચિ શ્રેણિના અસંમા ભાગ જેટલા હોવા છતાં સરખા સરખા નથી હોતા, માટે એમાં નીચે મુજબનું અલ્પબહુત્વ હોય છે. ૮ સમયભાવી યોગસ્થાનોને યવમધ્ય કહે છે. એ સર્વથી અલ્પ હોય છે. એના કરતાં એની બન્ને બાજુ રહેલા ૭ સમયના યોગસ્થાનો અસંખ્યગુણા હોય છે અને પરસ્પર તુલ્ય હોય છે. આ પ્રમાણે આગળ આગળ પણ જાણવું.
બન્ને બાજુ
બન્ને બાજુ
બન્ને બાજુ
બન્ને બાજુ
ઉપરના
ઉપરના
૮ સમયભાવી
અલ્પ
૭ સમયભાવી
a ગુણ
૬ સમયભાવી
a ગુણ
૫ સમયભાવી
a ગુણ
૪ સમયભાવી
a ગુણ
૩ સમયભાવી
a ગુણ
૨ સમયભાવી a ગુણ
Jain Education International
પરસ્પર તુલ્ય
પરસ્પર તુલ્ય
For Private & Personal Use Only
પરસ્પર તુલ્ય
પરસ્પર તુલ્ય
વૃદ્ધિહાનિ માટે યથાયોગ્ય જાણી લેવું. ત્રીજા સમયે જો બીજા સમયના યોગસ્થાનના સ્પર્ધક કરતાંય અસં૰ગુણ સ્પÁકવાળું યોગસ્થાન આવે તો એ પણ અસં.ગુણવૃદ્ધિ થઈ કહેવાય. આ રીતે અસં॰ગુણ-અસં॰ગુણવૃદ્ધિવાળા યોગસ્થાનો નિરંતર અંતર્મુહૂર્ત સુધી મળે છે. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં જીવનો યોગ નિરંતર અસંખ્યગુણ અસંખ્યગુણ વધતો હોય છે. શેષ ૩ હાનિ-વૃદ્ધિ આ રીતે નિરંતર થાય તો પણ આલિ૰અસં૰સુધી જ થાય છે, એ પછી અવશ્ય એ બદલાઈ જાય. સ્પર્ધ્વકો અનંતની સંખ્યામાં ન મળવાથી અનંતગુણ કે અનંતભાગ હાનિ-વૃદ્ધિ સંભવતા નથી.
૯
www.jainelibrary.org