________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૬૭
રસવાળા દલિકો પણ સ્વરૂપે ઉદયમાં આવી શકતા નથી. જયારે જીવ આ લાયોપથમિકભાવને જાળવી રાખવામાં ગરબડ કરે છે, ત્યારે ભાવમાં અશુદ્ધિ આવે છે. તેથી શુદ્ધભાવના કારણે અભ્યાસનો જ જે ઉદય હતો તે બદલાઈને હવે અધિકરસનો પણ ઉદય થાય છે, અને તેથી ઉપરથી પણ અધિક રસવાળા દલિકો સ્વરૂપે ઉદયમાં આવી શકે છે, એટલે કે તેઓની વિપાકોપશમ નામની અવસ્થા ચાલી જાય છે, તેમજ ઉદયમાં આવેલ અધિકરસ ગુણનાશક હોવાથી જીવ પ્રાપ્ત થયેલ ક્ષાયોપથમિક ગુણને ગુમાવી દે છે.
આમ, વિપાકોપશમ એ ક્ષાયોપશમનો એક અંશ હોવાથી એમ કહી શકાય કે વિપાકોપશમથી ક્ષાયોપથમિક ગુણ પ્રકટ થાય છે. ક્ષયોપશમ -
કર્મનો અમુક અંશે ક્ષય અને અમુક અંશે ઉપશમ થવો એ ક્ષયોપશમ છે. કર્મની આ ક્ષયોપશમ નામની અવસ્થાના પ્રભાવે, તે તે કર્મથી જે જે આત્મિકગુણ આવરિત થયો હોય તે આંશિક રીતે ખુલ્લો થાય છે, જેમકે મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન ગુણ પ્રકટ થાય. ક્ષયોપશમમાં વધઘટ થવા સાથે આ ગુણમાં પણ વધઘટ થાય છે. આ ગુણો શુદ્ધ આત્મસ્વરૂપના હોતા નથી, પણ કર્મના ઉદયથી થયેલ કંઈક મલિનતા-અધૂરાશથી મિશ્રિત હોય છે. જેમકે સ્વચ્છ આકાશમાં પડતા સૂર્યપ્રકાશ સિવાયનો કોઈપણ (મેઘાચ્છાદન કાળે) સૂર્યપ્રકાશ ઓછે વત્તે અંશે, આવરણભૂત વાદળાને અનુસરીને અંધકારથી મિશ્રિત હોય છે તેમ મતિજ્ઞાન સાથે મતિજ્ઞાનની અધૂરાશ પણ હોય છે.
આવારક કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે જે અનુક્રમે જ્ઞાન, દર્શન, સમ્યકત્વ-ચારિત્ર અને દાન-લાભ વગેરે લબ્ધિ સ્વરૂપ આત્મગુણોને ઢાંકે છે.
વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ અઘાતી છે જે અનુક્રમે અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું સ્વરૂપ આત્મગુણોને આવરે છે. અઘાતીથી આવરાયેલા આ ગુણો ક્યારેય પણ આંશિક રીતે પ્રકટ થતા નથી કે એ ગુણોની માત્રામાં ક્યારેય વધઘટ થતી નથી. તેથી અઘાતી કર્મોને ક્ષયોપશમ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org