________________
કર્મપ્રકૃતિપદાર્થો.ભાગ-૧
૧૧૭
૧૨૦ બંધાતી પ્રકૃતિઓમાંથી કેવલજ્ઞાના સિવાયની ૪ જ્ઞાના, ચક્ષુ, અચકું અને અવધિ દર્શના. એમ ૩ દર્શના, પુરુષવેદ, સંવ, ૪ અને ૫ અંતરાય આ ૧૭ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠાણીયો રસ બંધાય છે, શેષ ૧૦૩ પ્રકતિઓનો ર થી ૪ ઠાણીયો રસ બંધાય છે. સમ્યમોહનો રસ ૧ ઢાણિયો અને મંદ ક્રિસ્થાનિક હોવાથી દેશઘાતી હોય છે. જ્યારે મિશ્રનો રસ મધ્યમ દ્રિસ્થાનિક સર્વઘાતી જ હોય છે. એની ઉપરના દ્વિ-ત્રિ અને ચુતઃસ્થાનિક સ્પર્ધકો મિથ્યાત્વના હોય છે.
(૪) ઉત્કરસંક્રમકાર... સમ્ય૦ તથા મિશ્રમોહનો ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનિક રસ જ સત્તામાં હોવાથી એટલો જ રસ ઉત્કૃષ્ટથી સંક્રમે છે. આતપ, મનુ આયુ અને તિર્યંચાયુનો સત્તામાં ર૩/૪ ઠાણીયો રસ હોવા છતાં ઉત્કૃષ્ટથી તથાસ્વભાવે ર ઠાણીયો રસ જ સંક્રમે છે. શેષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટથી ૪ ઠાણીયો રસ સંક્રમે છે. ઘાતીસંજ્ઞાની અપેક્ષાએ સમ્યનો દેશઘાતી અને શેષ બધીને સર્વઘાતી રસ સંક્રમે છે. (૫) જઘ૦૨સસંક્રમદ્વાર
પુ. વેદ, સમ્યક સંજ્વ૦ ૪ - જઘ૦થી ૧ ઠાણીયો દેશઘાતી રસ સંક્રમે.
શેષ પ્રકૃતિનો જઘ થી પણ ૨ ઠાણિયો સર્વઘાતી રસ સંક્રમે છે. મતિજ્ઞાનાવરણાદિનો ૧ કાણિયો રસ બંધાતો હોવા છતાં સત્તામાં રહેલ ૨ ઠાણિયો પણ સાથે સંક્રમતો હોવાથી ૨ ઠાણિયો સંક્રમ જ કહેવાય છે. (૬) સ્વામિત્વાર
() ઉત્કૃષ્ટરસસંક્રમના સ્વામી–
૮૮ અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ મિથ્યાત્વીઓ તીવ્ર સંક્લેશે બાંધી બંધાવલિકા બાદ અંતર્મપર્યત સંક્રમાવે છે. સંજ્ઞી પંચેતે રસ બાંધી (અંતર્મમાં એનો ઘાત થવા પૂર્વે) સૂએકેય વગેરેમાં જાય તો ત્યાં પણ ઉત્કૃષ્ટ રસ સંક્રમાવે છે. આવા તીવ્રસંક્લેશવાળો ૮મા દેવલોકની ઉપર કે યુગલિકમાં હોતો જતો નથી. માટે એ સિવાયના મિથ્યાત્વીઓ જાણવા.
મિથ્યાત્વીઓ શુભપ્રકૃતિના યથાયોગ્ય ઉત્કૃષ્ટરસનો સંક્લેશ વડે અને સમ્ય મિશ્ર મોહ સિવાયની અશુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસને યથાયોગ્ય વિશુદ્ધિ વડે અંતર્મુમાં નાશ કરી દે છે. તેથી ઉત્કૃષ્ટરસસંક્રમ અંતર્મુપર્યત જ મળે. સમ્યક્તી જીવો સામાન્યથી શુભપ્રકૃતિઓના ઉત્કૃ૦રસને જાળવી રાખે છે. તેમજ ક્ષપણકાળ સિવાય સમ્ય મિશ્રના ઉત્કૃષ્ટ રસને પણ જાળવી રાખે છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org